Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

જગમોહનએ ૩૪૧ દિવસમા પૂરી કરી ૩૬૪૮ કિ.મી.ની પ્રજા સંકલ્પ યાત્રા

વાઇએસઆર કોંગ્રેસ પ્રમુખ જગન મોહન રેડીએ ઇચ્છાપૂરમ (આંધ્રપ્રદેશ) મા ૩૪૧ દિવસ ચાલેલી ૩૬૪૮ કી.મી. લાંબી પોતાની પ્રજા સંકલ્પ યાત્રા પુરી કરી છે. જગનએ કહ્યુ એમની યાતા સમાપ્ત થઇ ગઇ પરંતુ ઇન્સાફની લડાઇ ચાલુ રહેશે. એમણે કહેલ કે જો એમની પાર્ટી સતામા આવી હોત તો તે રાજયમાં જીલ્લાની સંખ્યા વધારી ૧૩ માથી ૧પ કરત.

(12:00 am IST)
  • રવિવારે ફરીવાર ઇંધણના ભાવમાં મોટો વધારો :પેટ્રોલના ભાવમાં લિટરે 47 પૈસા અને ડીઝલના ભાવમાં લિટરે 61 પૈસાનો વધારો ઝીક્યો ;છેલ્લા ત્રણ દિવસથી એકધારો ભાવ વધારાથી વાહન ચાલકોને વધતો બોજો :વૈશ્વિક બજારમાં ક્રૂડના વધતા ભાવને પગલે ઘર આંગણે પણ પેટ્રોલ -ડીઝલના ભાવમાં ઝીકાતો વધારો :ડિસેમ્બરમાં રાહત બાદ જાન્યુઆરીમાં ઇંધણના ભાવમાં ઘટાડો અટક્યો access_time 12:45 am IST

  • ભારતે પાકિસ્તાનના નિષ્ણાતોને ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરવા પ્રસ્તાવ મોકલ્યો :ભારતે પાકિસ્તાનને પત્ર લખીને પાકિસ્તાની વિશેષજ્ઞો દ્વારા 27મી જાન્યુઆરીથી 1 ફેબ્રુઆરી વચ્ચે જમ્મુ કાશ્મીરમાં ચેનાબ નદી પર બે હાઈડ્રોપાવર પરિયોજનાનું નિરીક્ષણ માટે તેની યાત્રાનો પ્રસ્તાવ મોકલ્યો છે :આઇડબલ્યુટી અંતર્ગત ભારતે સિંધુ આયુક્તએ પોતાના પાકિસ્તાન સમકક્ષને નિમંત્રણ મોકલ્યું છે access_time 1:07 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:48 am IST