Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

બોલીવુડના બધા સ્ટાર કલાકારો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

તમામે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટા પડાવ્યા

નવીદિલ્હી, તા. ૧૦ : બોલીવુડના અનેક દિગ્ગજ સ્ટારો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માટે પહોંચ્યા હતા જેમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રણવીરસિંહ, સિદ્ધાર્થ મલ્હોત્રા, કરણ જોહર, એકતા કપૂર, વરુણ ધવન, વિકી કૌશલ, રાજકુમાર રાવ, આયુષ્યમાન ખુરાના, ભૂમિ પેડનેકર, રોહિત શેટ્ટી અને અન્યો ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાનને મળવા માટે પહોંચેલા આ કલાકારોએ દિલ્હીમાં એરપોર્ટ ઉપર પણ ફોટો પડાવ્યો હતો. ત્યારબાદ બોલીવુડના સ્ટારો મોદીને મળવા માટે પહોંચ્યા હતા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નવી પેઢીના કલાકારોને મળવા માટે મોદીએ બોલાવ્યા હતા. ફિલ્મો સમાજ ઉપર કઇરીતે અસર કરે છે તેની ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ સોશિયલ મિડિયા ઉપર બોલીવુડ કલાકારોને બોલાવાતા ટિકા થઇ હતી. કારણ કે, તેમાં કોઇ અભિનેત્રી ન હતી. આ વખતે મહિલાઓને પણ બોલાવાઈ હતી.

(12:00 am IST)
  • છોટાઉદેપુર : મધ્યપ્રદેશમાં કથિત આંતર રાજય બાળ તસ્કરીનો કેસ :પોલીસે વધુ એક બાળક ઉગારી પાલક પિતાની ધરપકડ કરી :આરોપી શૈલુ રાઠોડે રૂ.૧ લાખમાં વેચ્યું હતું ચાર માસનું બાળક :રિકવર કરેલા કુલ બાળકોની સંખ્યા ૧૪ પર પહોંચી :બાળ તસ્કરી કેસમાં આરોપીઓની સંખ્યા ૨૪ પહોંચી access_time 10:49 pm IST

  • માત્ર 15 દિવસમાં ઉખેડી નાખશું મધ્યપ્રદેશ સરકાર ;ઉપરથી સિગ્નલ મળવાની રાહ છે : કૈલાશ વિજયવર્ગીય :કૈલાશ વિજયવર્ગીયે કાર્યકરોને કહ્યું કે આ ( મધ્યપ્રદેશ )સરકાર પાંચ વર્ષ ચાલનારી નથી ,જે દિવસે ઉપરથી સિગ્નલ મળી ગયું,15 દિવસની અંદર ઉખેડી નાખશું,તમે ચિંતા ના કરો ':ભાજપના નેતાનો આ વિડિઓ વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે access_time 1:21 am IST

  • સપા -બસપા ગઠબંધન મજબૂત :એનડીએએ પોતાને સુદઢ બનાવવું પડશે ;ચિરાગ પાસવાને કહ્યું કે ઉત્તર પ્રદેશમાં બંને પક્ષોએ લાંબા સમય સુધી શાસન કર્યું ત્યાં લોકોને બેરોજગારી અને અપરાધને પગલે અન્ય જગ્યાએ જવા મજબુર થવું પડ્યું access_time 12:47 am IST