Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

વધતી કિંમત પર નિયંત્ર રાખવા માટે ૧ લાખ ટન ડુંગળી આયાત કરશે ભારત

     કેન્‍દ્રીય ખાદ્યમંત્રી રામવિલાસ પાસવાનએ ટવિટ કરી જણાવ્‍યું કે સરકાર ડુંગળીની વધતી જતી કીંમતો પર નિયંત્રણ રાખવા માટે ૧ લાખ ટન ડુંગળીની આયાત કરશે.

     મંત્રીએ લખ્‍યુ એમએમટીસી ૧પ નવેમ્‍બર થી ૧પ ડીસેમ્‍બર વચ્‍ચે આયાતિત ડુંગળી દેશમાં ઉપલબ્‍ધ કરાવશે અને નાફ્રેડ ને દેશના દરેક ભાગમાં ડુંગળી વિતરણી જવાબદારી સોંપવામા આવી છે. એમએમટીસી સરકારી સ્‍વામિત્‍વવાળી  વ્‍યાપારી કંપની છે.

(9:48 pm IST)