Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

નાણાં અંગે સ્થાયી સમિતિમાં મનમોહનસિંહની વરણી થઇ

રાજ્યસભા ચેરમેન દ્વારા પસંદગી કરવામાં આવી : દિગ્વિજયસિંહની જગ્યાએ પૂર્વ વડાપ્રધાનની પસંદગી થઇ

નવીદિલ્હી, તા. ૧૧ : રાજ્યસભાના ચેરમેન વેંકૈયા નાયડુ દ્વારા કોંગ્રેસ પાર્ટીના દિગ્વિજયસિંહની જગ્યાએ ફાઈનાન્સ પર સંસદીય સ્થાયી કમિટિમાં પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ મનમોહનસિંહની પસંદગી કરી લીધી છે. રાજ્યસભાના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, દિગ્વિજયસિંહની હવે ઉપલા ગૃહના ચેરમેન દ્વારા અર્બન ડેવલપમેન્ટ અંગેની સંસદીય સ્થાયી કમિટિમાં પસંદગી કરવામાં આવી ચુકી છે. રાજ્યસભાના ચેરમેન દ્વારા મનમોહનસિંહની પસંદગી કરવામાં આવી છે. દિગ્વિજયસિંહની જગ્યાએ તેમની પસંદગી થઇ છે. બીજી બાજુ દિગ્વિજયસિંહની પસંદગી શહેરી વિકાસ અંગેની કમિટિના સભ્ય તરીકે કરી દીધી છે. સુત્રોના કહેવા મુજબ દિગ્વિજયસિંહે ભૂતપૂર્વ વડાપ્રધાન માટે માર્ગ મોકળો કરવા માટે નાણા અંગેની સંસદીય સ્થાયી સમિતિમાંથી રાજીનામુ આપી દીધું હતું. નોંધનીય છે કે, મનમોહનસિંહ ૧૯૯૧થી લઇને ૧૯૯૬ વચ્ચે દેશના નાણાંમંત્રી તરીકે રહ્યા હતા. તેઓ સપ્ટેમ્બર ૨૦૧૪થી લઇને મે ૨૦૧૯ વચ્ચેના ગાળામાં પેનલના સભ્ય તરીકે રહ્યા હતા. આ વર્ષે જૂન મહિનામાં ઉપલાગૃહમાં તેમની અવધિ પૂર્ણ થતાં પહેલા તેઓ પેનલમાં સભ્ય તરીકે રહ્યા હતા.

                   ઓગસ્ટ મહિનામાં મનમોહનસિંહ રાજસ્થાનમાંથી રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. અગાઉની અવધિમં પેનલ દ્વારા નોટબંધી, જીએસટી જેવા જટિલ મુદ્દાઓને ચર્ચા માટે ઉઠાવવામાં આવ્યા હતા એ વખતે મનમોહનસિંહે સક્રિય ભૂમિકા અદા કરી હતી. નાણાં અંગેની સંસદીય સ્થાયી સમિતિમાં મનમોહનસિંહની એન્ટ્રી થયા બાદસંવેદનશીલ મુદ્દાઓને વધારેજટિલરીતે હાથ ધરવામાં આવે તેવી શક્યતા દેખાઈ રહી છે. વેંકૈયા નાયડુ દ્વારા આજે સભ્યોનીપસંદગી કરવામાં આવી હતી.

(7:33 pm IST)