Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

આજે રિટેલ ફુગાવાના આંકડા જારી : આઈઆઈપીમાં ઘટાડો

સતત બીજા મહિનામાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટ ઘટ્યું : ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા પણ ગુરુવારે જારી થશે

નવીદિલ્હી, તા. ૧૧ : સપ્ટેમ્બર મહિનામાં દેશમાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા આજે જારી કરવામાં આવ્યા હતા. આઈઆઈપીના આંકડા જારી કરવામાં આવ્યા બાદ કારોબારીઓ અને કોર્પોરેટ જગતમાં આની ચર્ચા જોવા મળી હતી. સપ્ટેમ્બર મહિનામાં દેશમાં ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટના આંકડા સતત બીજા મહિનામાં ઘટ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં ૪.૩ ટકા ઘટ્યો છે. અગાઉના મહિનામાં ૧.૧ ટકાના ઘટાડાની સામે ૪.૩ ટકા ઘટ્યો છે. ઓગસ્ટ મહિનામાં ૧.૧ ટકાનો ઘટાડો રહેતા તેની સપાટી ૮૧ મહિનાની નીચી સપાટી રહી હતી. મેન્યુફેક્ચરિંગ આઉટપુટના આંકડામાં ઘટાડો થઇ ચુક્યો છે. સાથે સાથે કેપિટલ ગુડ્ઝના ઉત્પાદનમાં મંદીના પરિણામ સ્વરુપે ગ્રોથમાં ઘટાડો થઇ રહ્યો છે. આની સાથે જ ઇન્ડસ્ટ્રીયલ આઉટપુટનો આંકડો સતત બીજા મહિનામાં ઘટ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં આ આંકડો ઘટી જતાં બીજા મહિના માટે આ આંકડો નિરાશાજનક રહ્યો છે. આર્થિક સુસ્તીની સ્થિતિમાં આઈઆઈપીના ડેટા પણ નબળા રહેતા ચિંતાનું મોજુ રહ્યું છે.

                 આગામી દિવસોમાં અન્ય મહત્વપૂર્ણ ડેટા પણ સરકાર તરફથી જારી કરવામાં આવનાર છે જેમાં ડબલ્યુપીઆઈ અને સીપીઆઈ ફુગાવાના આંકડાનો સમાવેશ થાય છે. કેન્દ્ર સરકાર તરફથી આ સપ્તાહમાં જ ઓક્ટોબર મહિનાના સીપીઆઈ ડેટા પણ જારી કરવામાં આવનાર છે. આ આંકડા મંગળવારના દિવસે જારી કરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે ડબલ્યુપીઆઈ ફુગાવાના આંકડા જારી કરવામાં આવશે. શુક્રવારના દિવસે ટ્રેડ બેલેન્સના ડેટા જારી કરાશે. સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા પણ હવે છેલ્લા તબક્કામાં જારી થનાર છે. મંગળવારે ગોદરેજના આંકડા જારી કરવામાં આવનાર છે. અદાણી ગ્રીન અને અદાણી પાવરના આંકડા આ સપ્તાહમાં જારી કરાશે. વિદેશી મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિનાના પ્રથમ સપ્તાહમાં ૧૨૦૦૦ કરોડથી વધુનું રોકાણ કર્યું છે. સરકાર દ્વારા આર્થિક સુધારાઓ હાથ ધરવામાં આવ્યા બાદ માર્કેટની સ્થિતિ ઉલ્લેખનીય સુધારો થઇ રહ્યો છે. નવેસરના ડિપોઝિટરીના ડેટા દર્શાવે છે કે, વિદેશી મૂડીરોકાણકારોએ ઇક્વિટીમાં ૬૪૩૩.૮ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે જ્યારે ૧-૯મી નવેમ્બરના ગાળા દરમિયાન ડેબ્ટ માર્કેટમાં ૫૬૭૩.૮૭ કરોડ રૂપિયા ઠાલવી દીધા છે.

(7:28 pm IST)