Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

શિવસેનાને ટેકો આપવા કોંગ્રેસમાં ભારે વિવાદઃ મિલિંદ દેવડા-સંજય નિરૂપમ આમને સામને

મુંબઇ : મહારાષ્ટ્રમાં શિવસેનાને ટેકો આપવા બાબતે કોંગ્રેસમાં વિવાદ : મુંબઇ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ મિલિંદ દેવડા અને કોંગી નેતા સંજય નિરૂપમે ટવીટ થકી સ્પષ્ટ કર્યું છે કે ટેકો આપવા બાબતે કોંગ્રેસ બે ભાગમાં વહેંચાઇ ગઇ છે : સંજય નિરૂપમે કહ્યું છે કે, શિવસેના સાથે જવું નુકસાન સાબિત થશે : બંને પક્ષ અલગ-અલગ વિચાર ધારા રાખે છે : મિલિંદ દેવડાએ કહ્યું કે રાજયપાલે એનસીપી-કોંગ્રેસને સરકાર રચવા આમંત્રણ આપવું જોઇએ : અમને સરકાર રચવા તક મળવી જોઇએ

(3:52 pm IST)