Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

એક જ પરિવારના ૬-૬ સભ્યો કાળનો કોળિયો બન્યા

ઙ્ગગ્રેટર નોઇડા (દિલ્હી): ઇસ્ટર્ન પેરીફરલ એકસપ્રેસ વે પર રવિવારે મોડી સાંજે થયેલ ગમખ્વાર અકસ્માતમાં ૬ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય કેટલાક ઘાયલ થયા છે. બધા મૃતકો એક જ પરિવારના હોવાનું જણાવાઇ રહ્યું છે. બધા મૃતકોમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે. માહિતી અનુસાર, પિડિત પરિવાર લગ્ન સંમારંભમાં ભાગ લઇને મારૂતિ ઇકો કાર દ્વારા પરત ફરી રહ્યો હતો. ત્યારે એ અજ્ઞાત વાહને ટક્કર મારી દીધી હતી. ઘાયલોને એક ખાનગી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

(3:37 pm IST)