Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

ઘરખર્ચ માટે રૂપિયા ન આપનારા પતિને જીવતો સળગાવ્યોઃપત્નિની ધરપકડ

મુંબઈ, તા.૧૧: ઘરખર્ચ માટે રૂપિયા ન આપનારા પતિને કેરોસીન રેડી સળગાવી દેવામાં આવ્યો હોવાની આંચકાજનક ઘટના એન્ટોપ હિલ વિસ્તારમાં બની હતી. આ દ્યટનામાં પતિ ગંભીર રીતે દાઝયો હોઈ પોલીસે પત્નીની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ઘટના શુક્રવારે એન્ટોપ હિલમાં બીએમસી ટ્રાન્ઝિટ કઙ્ખમ્પ ખાતે બની હતી. ગંભીર રીતે દાઝેલા ગુરુદત્ત શિવાજી દેવગુડેને સારવાર માટે સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તેની પત્ની સરિતાની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસનું કહેવું છે. ભાયખલામાં રહેતા દેવગુડેના સરિતા મોરે સાથે અનૈતિક સંબંધ હતા. જોકે બાદમાં તેમણે કોર્ટ મઙ્ખરેજ કર્યાં હતાં. સરિતા દેવગુડેની બીજી પત્ની છે અને છેલ્લાં ૨૦ વર્ષથી તે તેને ઘરખર્ચ માટે રૂપિયા પણ આપતો હતો. જોકે છેલ્લા એકાદ વર્ષથી દેવગુડેએ સરિતાને રૂપિયા આપવાનું બંધ કર્યું હતું અને તેને મળવા ઘરે પણ તે જતો નહોતો. આ વાતથી રોષે ભરાયેલી સરિતાએ શુક્રવારે પતિને મળવા બોલાવ્યો હતો. દંપતી વચ્ચે રૂપિયાને લઈ ઝઘડો થતાં ઉશ્કેરાયેલી સરિતાએ પતિના શરીર પર કેરોસીન રેડી દીવાસળી ચાંપી હતી. બનાવની જાણ થતાં જ એન્ટોપ હિલ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્યટનાસ્થળે પહોંચી ગયા હતા. દ્યટનાસ્થળે હાજર રહેવાસીઓએ સરિતાને પકડી રાખી હતી અને સાક્ષીઓનાં નિવેદનને આધારે તેની વિરુદ્ઘ ગુનો નોંધ્યો હતો. સારવાર માટે દાખલ કરાયેલા દેવગુડેની હાલત નાજુક હોવાનું પોલીસનું કહેવું છે.

(11:26 am IST)