Gujarati News

Gujarati News

News of Monday, 11th November 2019

કોંગ્રેસના વિધાનસભ્યો શિવસેના સાથે સરકાર બનાવા તૈયાર

મુંબઇ તા. ૧૧ : કોંગ્રેસના વિધાનસભ્યો અતયારે રાજસ્થાનની રાજધાની જયપુરની એક હોટલમાં રોકાયા છે. રવિવારે વિધાનસભ્યોની સાથે કોન્ગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વાત કરી. અહીં કોન્ગ્રેસના ૪૦ વિધાનસભ્ય હાજર હતા. આ દરમ્યાન એ સામે આવ્યું કે કોન્ગ્રેસ વિધાનસભ્ય શિવસેનાની સાથે મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા ઇચ્છુક છે. કોન્ગ્રેસ નવી સરકારને બહારથી સમર્થન નથી આપવા ઇચ્છતી, પરંતુ સરકારમાં સામેલ થવા ઇચ્છે છ.ે કોન્ગ્રેસ વિધાનસભ્યો સાથેની મુલાકાત દરમ્યાન રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા. આ ઉપરાંત મહારાષ્ટ્ર કોન્ગ્રેસના અધ્યક્ષ બાલ થોરાત પણ ત્યાં હાજર હતા. વિધાનસભ્યો સાથે વાત કર્યા બાદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તેઓ વિધાનસભ્યોની ઇચ્છા સોનિયાને જણાવાશે

(10:32 am IST)