Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ચૂંટણીના વાતાવરણમાં કોંગ્રેસ થઇ કંગાળ: ફંડના અભાવે અભાવે તમામ નેતાઓને ખોટા ખર્ચાઓ અટકાવવા આદેશ

નેતા પ્લેનનાં બદલે રેલ્વેની મુસાફરી કરે: કેન્ટીનમાં ચા- પાણીના ખર્ચમાં પણ ઘટાડો કરવા માટે કહ્યું

 

નવી દિલ્હી :લોકસભા ચૂંટણીનું વાતાવરણ જામતું જાય છે તમામ પક્ષો આગામી ચૂંટણી પર પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે જયારે  કોંગ્રેસ ફંડના અભાવ સામે જઝુમી રહી છે ત્યારે કોંગ્રેસે ખોટા ખર્ચ  ઘટાડવા માટે નેતાઓને સલાહ આપી છે. 24 અકબર રોડ ખાતે પાર્ટી હેડક્વાર્ટરમાં ઇશ્યું કરાયેલ નવા ફરમાનમાં નેતાઓની સમજદારીથી ખર્ચ કરવા માટે કહ્યું છે. બચત કરવા માટે પાર્ટીનાં નેતાઓનાં ટ્રાવેલ બાકી એલાઉન્સ પર ખર્ચ ઘટાડવા માટેની તૈયારી કરી લીધી છે.

  પાર્ટી દ્વારા 9 ઓક્ટોબરે ઇશ્યું કરવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે નેતા પ્લેનનાં બદલે રેલ્વેની મુસાફરી કરે.તેના માટે 1400 કિલોમીટર કટ આઉટ છે. તેના માટે સચિવોને ટ્રેન ભાડુ મળસે કે પ્લેનની ટીકિટ.1400 કિલોમીટરથી વધારે મુસાફરી કરી કરે તો પ્લેનની ટીકિટ મળશે, પરંતુ મહિનામાં માત્ર બે વખત. જો કે જો ટ્રેન ભાડુ,પ્લેન ટીકિટથી વધારે હોય તો સચિવ પ્લેન દ્વારા મુસાફરી કરી શકે છે

   નેતાઓનાં ખોટા ખર્ચથી પરેશાન પાર્ટીએ તેમની કેન્ટીનમાં ચા- પાણીના ખર્ચમાં પણ ઘટાડો કરવા માટે કહ્યું છે. ચૂંટણીનું વાતાવરણ છે જેના કારણે કાર્યકર્તાઓની ભીડ ઘણા મોટા પ્રમાણમાં હોય છે અને તેવામાં કેન્ટીનનો ખર્ચ ઘણો વધી જતો હોય છે

(12:50 am IST)