Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

નાઇઝીરીયાના લાફીયામાં પ્રચંડ વિસ્ફોટ : 18 લોકોના મોત : 40 લોકોને ઇજા

 

પશ્ચિમ આફ્રિકામાં સ્થિત નાઇજિરીયાના નાસારાવા રાજ્યની રાજધાની લાફિયામાં એક પ્રચંડ વિસ્ફોટ થયો છે. સમાચાર એજન્સી .પી. દ્વારા મળેલી માહિતી મુજબ, વિસ્ફોટમાં આશરે 40 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 18 લોકોના મોત થયા છે. વિસ્ફોટ સોમવારે મોડી રાત્રે થયો હતો. વિસ્ફોટ વખતે હાજર એક ટેક્સી ડ્રાઈવરના અનુસાર મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે.

દુર્ઘટનાનો શિકાર થયેલા લોકોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અગાઉ ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા રાહત કાર્ય શરૂ કરાયું છે અને મૃતકોના ઓળખની તપાસ હાથ ધરાઇ છે. અહેવાલો અનુસાર, નાઇજિરીયા પોલીસ ફોર્સ અને સંઘીય રોડ સુરક્ષા કોર બંનેએ વિસ્ફોટની પુષ્ટિ કરી હતી, પરંતુ તેમણે હજુ હત્યાઓની સંખ્યા જણાવવાનો ઇનકાર કર્યો છે.

                                                                                                                      

(1:17 am IST)