Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

બિહારમાં વધુ એક મોબ લિંચિંગની ઘટના :બેગુસરાય,સીતામઢી બાદ સાસરામમાં લૂંટ કરવા આવેલ બદમાશને ટોળાએ માર મારીને મોતને ઘાટ ઉતાર્યો

 

બિહારમાં મોબ લિન્ચિંગની ઘટનાઓ બંધ થવાનું નામ લઇ રહી નથી. બેગુસરાય, સીતામઢી અને હવે સાસારામમાં મોબ લિન્ચિંગની ઘટના સામે આવી. જેમાં સાસારામમાં ટોળાએ લૂંટ કરવા આવેલા એક બદમાશને માર મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો

   ઘટના સાસારામ રેલવે સ્ટેશને બની હતી જેમાં બદમાશે રેલવે બુકિંગ ક્લાર્ક પાસેથી 35 લાખ રૂપિયા લૂંટવાનો પ્રયાસ કર્યો. ખેંચતાણ બાદ બદમાશે ફાયરિંગ કરી અને તેની ગોળીથી એક મહિલા ઘાયલ થઇ હતી બાદમાં ટોળાએ બદમાશને ઘેરી લીધો અને મરણતોલ માર માર્યો. ઘટના બાદ પોલીસે આવીને મૃતદેહને કબ્જે લીધો હતો.

(12:12 am IST)