Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

પોલીસને ' ઠોલા' કહેવું તે તેનું અપમાન નથી : ફૂટપાથ ઉપર ધંધો કરતા ફેરિયાઓ પાસેથી પૈસા ઉઘરાવનાર પોલીસને ‘ઠુલ્લા' કહેનાર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નિર્દોષ :પોલીસ સમૂહ માટે નહીં પણ વ્યક્તિગત સંબોધન હતું

ન્યુ દિલ્હી : 2015 ની સાલમાં એક ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન ફૂટપાથ ઉપર બેસી ધંધો કરી પેટિયું રળતા ફેરિયાઓ પાસેથી હપ્તો ઉઘરાવનાર પોલીસ માટે   ઠુલ્લા શબ્દ નો ઉપયોગ કરવા બદલ એક પોલીસ કર્મીએ માનહાનિનો કેસ કર્યો હતો.જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે કેજરીવાલએ સમગ્ર પોલીસ સમૂહ માટે એવું ઉદબોધન નથી કર્યું.પરંતુ હપ્તા ઉઘરાવનાર એક પોલીસ માટે એવો શબ્દપ્રયોગ કર્યો છે.તેમજ તેમાં કોઈનું નામ પણ લીધું નથી.તેથી માનહાની થઇ ગણાય નહીં.

(12:06 pm IST)