Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

તાલિબાન આતંકીયોનો અફગાન સુરક્ષાદળો પર હુમલોઃ ૩૭ ના મોત ર૬ ઘાયલ

તાલિબાન આતંકવાદીઓએ અફગાનિસ્‍તાનના ઉતર ભાગમાં અલગ-અલગ જગ્‍યાએ હુમલા કરી અફગાન સુરક્ષા દળોને નિશાન બનાવેલ. આ હુમલામાં ઓછામાંઓછા ૩૭ સુરક્ષાકર્મીના મોત થયા છે. જયારે ર૬ ઘાયલ થયા છે. જયારે આ મુઠભેડમાં તાલિબાનના સાત લોકો માર્યા ગયા છે. તાલિબાનના પ્રવકતા જબીરઉલાહ મુજાહીદે કુંદુજ અને જોજજાન વિસ્‍તારોના હુમલામાં સમૂહનો હાથ હોવાનો દાવો કરેલ છે.

(12:00 am IST)