Gujarati News

Gujarati News

News of Tuesday, 11th September 2018

''ગણપતિ બાપા મોરીયા'': અમેરિકામાં હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ૧૨ સપ્ટેં.ના રોજ કેલબાસાસ મુકામે ગણપતિ સ્થાપન તથા પૂજન કરાશેઃ ૧૫ સપ્ટેં.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવાશે

કેલિફોર્નિયાઃ ''ગણપતિ બાપા મોરીયા'' અમેરિકાના કેલબાસાસ કેલિફોર્નિયામાં હિન્દુ ટેમ્પલ સોસાયટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયાના ઉપક્રમે ૧૨ સપ્ટેં. ૨૦૧૮ બુધવારના રોજ ગણપતિ સ્થાપન કરાશે તથા ૧૫ સપ્ટેં.ના રોજ ગણેશ ચતુર્થી ઉત્સવ ઉજવાશે.

૧૬૦૦ લાસ વર્જીન્સ કેનોન રોડ, કેલબાસાસ કેલિફોર્નિયા મુકામે ૧૨ સપ્ટેં.ના રોજ થનારી ગણપતિ સ્થાપના તથા પૂજનનો સમય સવારે ૧૦ વાગ્યાનો રહેશે. તથા ૧૫ સપ્ટેં.ના રોજ ઉજવાનારી ગણેશ ચતુર્થી ઉતસવનો સમય સવારે ૯ વાગ્યાનો રહેશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:17 pm IST)