Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

કર્ણાટકના મુખ્યમંત્રી બન્યા ખેડૂત :ખેતરમાં જઈને અનાજની વાવણી કરી

માંડ્યા જિલ્લાના ગામમાં પહોંચ્યા કુમારસ્વામી :ખેડૂતો સાથે કર્યું ભોજન :પાર્ટીના 150 કાર્યકર્તાઓ પણ હાજર

કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી એક દિવસ માટે ખેડૂત બન્યા અને ખેતરમાં જઈને અનાજની વાવણી પણ કરી હતી  કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામી માંડ્યા જિલ્લાના એક ગામમાં પહોંચ્યા હતા અહીં સીએમ સાથે તેમની પાર્ટી જેડીએસના 150 કાર્યકર્તાઓ હાજર હતા. મુખ્યમંત્રી સાથે મળીને કાર્યકર્તાઓ અને ખેડૂતો ઘ્વારા અનાજની વાવણી કરી.

  કર્ણાટક સીએમ એચડી કુમારસ્વામીએ ખેડૂતો સાથે ભોજન કર્યું ત્યાર પછી તેમની સમસ્યાઓ વિશે લાંબી વાતચીત પણ કરી.સીએમ એચડી કુમારસ્વામીએ ખેડૂતોને ખાતરી આપી કે તેમની સરકાર દરેક શક્ય મદદ માટે તૈયાર છે.

  કુમારસ્વામીએ મીડિયામાં કહ્યું હતું કે, 'હું ખેડૂતનો પુત્ર છું. મારા પિતા એચડી દેવેગૌડા અને મા ચાંમ્મા ગરીબ ખેડૂત પરિવારોમાં જન્મ્યા હતા. હું ખેડૂતોની પીડાને સમજું છું. આજે મેં 25 વર્ષ પછી ખેતીમાં કામ કર્યું. જ્યારે હું નાનો હતો ત્યારે હું ખેતરોમાં કામ કરતો હતો. '

(12:18 am IST)