Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

ચીને 10 લાખ ઉઇગર મુસલમાનોને ગુપ્ત શિબિરોમાં ગોંધી રાખ્યા છે :યુએન માનવાધિકાર પેનલનો દાવો

ઉઇગર સમુદાયની સાથે ચીનમાં દેશના દુશ્મનની જેમ વર્તન કરવામાં આવી રહ્યું છે

જીનિવા : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પેનલ મુજબ ચીને 10 લાખ ઉઇગર મુસલમાનોને ગુપ્ત શિબિરોમાં ગોંધીને રાખ્યા છે  માનવાધિકાર પેનલે શિનજિયાંગ પ્રાંતમાં સામૂહિક કસ્ટડીની શિબિરોમાં કેદ ઉઇગર મુસલમાનો મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. ન્યૂયોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટમાં સંયુક્ત રાષ્ટ્રનાં વંશીય ભેદભાવ ઉન્મૂલન કમિટીના સભ્યો ગે મેકડોગલે ઉપરોક્ત દાવો કર્યો છે.

  ચીનની નીતિઓના બે દિવસીય રિવ્યુ દરમિયાન કમિટીના સભ્યોએ કહ્યું કે, બીજિંગે સ્વતંત્ર ક્ષેત્રને એક વિશાળ નજરબંદ રાખવા માટે શિબિર જેવી બનાવવામાં આવી છે. એવું લાગી રહ્યું છેકે અહીં તમામ અધિકારો નિષિદ્ધ છે અને તમામ બાબતો ગુપ્ત છે. તેમના અનુસાર ધાર્મિક ઉગ્રવાદના ઉકેલ માટે ચીને પ્રકારની કાર્યવાહી કરી છે

  મેકડોગલે ચિંતા વ્યક્ત કરી છે કે માત્ર પોતાના વંશીય ધાર્મિક ઓળખના કારણે ઉઇગર સમુદાયની સાથે ચીનમાં દેશના દુશ્મનની જેમ વર્તન કરવામાં આવી રહ્યું છે. તેમણે તમામ રિપોર્ટ્સના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, વિદેશોમાં શિનજિયાંગ પ્રાંતમાં પરત ફરનારા સેંકડો ઉઇગર વિદ્યાર્થીઓ ગાયબ થઇ ચુક્યા છે. તેમણે દાવો કર્યો કે ઘણા લોકો કસ્ટડીમાં છે અને કેટલાકના કસ્ટડી દરમિયાન મોત પણ થઇ ચુક્યા છે

(8:31 pm IST)