Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

એરો ઈન્ડિયા શો યુપીમાં યોજવા યોગીનો પ્રસ્તાવ

યોગીના નિવેદનથી રાજકીય ચર્ચા

લખનૌ, તા.૧૧: લોકસભાની ચૂંટણી પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણને દેશના સૌથી મોટા એર શોને કર્ણાટકના બદલે યુપીમાં યોજવા માટે દરખાસ્ત રજુ કરી છે. યોગી સરકારના આ પગલાંનો હેતુ ઉત્તરપ્રદેશને વૈશ્વિક વિમાન નિર્માણ કંપનીઓને આકર્ષિત કરવા માટેનો રહેલો છે. આ વર્ષે પ્રથમ વખત એરો ઈન્ડિયા શોનું આયોજન ઓકટોબર-નવેમ્બર મહિનામાં પાટનગર લખનૌના બક્ષીના તળાવ એરબેઝ ઉપર થઈ શકે છે. હજુ બેંગલોરમાં એર શોનું આયોજન થતું રહ્યું છે. સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારામન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના અનુરોધ ઉપર નિર્ણય કરી શકે છે. ભારતમાં કર્ણાટક હજુ સુધી વિમાન કંપનીઓ માટે મુખ્ય હબ તરીકે રહ્યું છે પરંતુ યોગી આક્રમક દેખાઈ રહ્યા છે.

(8:13 pm IST)