Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

મહારાષ્ટ્રમાં દરેક મહિને ૧૦ દિપડાના ભેદી મોત!!

મુંબઇ : મહારાષ્ટ્રમાં છેલ્લા સાત મહિનામાં ૬૮ દીપડાના મોતથી સનસનાટી વ્યાપી ગઇ છે. એમ કહી શકાય કે મહિનામાં સરેરાશ ૧૦ દીપડા માર્યા ગયા હતા.

પ્રાણી શાસ્ત્રીઓએ આટલી મોટી સંખ્યામાં દીપડાના મોતને ચિંતાજનક બાબત ગણાવી છે. મોટા રસ્તા અને ધોરીમાર્ગો પર થતા અકસ્માતો વધુમાં વધુ દીપડાનો ભોગ લે છે કે દીપડાનો શિકાર કરવામાં આવે છે? જો આ જ ઝડપે દીપડાઓ મરતા રહ્યા તો ૨૦૧૭માં દીપડાના મૃત્યુનો આંકડો ૮૬ હતો તેનાથી પણ આ વર્ષે સંખ્યા વધી જશે.(૨૧.૧૮)

(3:42 pm IST)