Gujarati News

Gujarati News

News of Saturday, 11th August 2018

લંડનમાં વયોવૃધ્ધ ગુજરાતી ઝવેરી રમણલાલ જોગીયાનું અપહરણ કરી હત્યાના કેસમાં ૩ દોષિત જાહેર

લંડન : ચાલુ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડના લીસ્ટરમાં ૭૪ વર્ષના એક ગુજરાતી ઝવેરીની અત્યંત ઘાતકી રીતે કરાયેલી હત્યા બદલ ત્રણ જણાને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. રમણલાલ જોગીયા રાત્રે પોતાની દુકાન બંધ કરીને ચાલતા ચાલતા ઘરે જઇ રહ્યા હતા ત્યારે તેમનું અપહરણ કરાયું હતું અને બીજા દિવસે તેમનો મૃતદેહ મળ્યો હતો. લીસ્ટરશાયર પોલીસે સઘન તપાસ કરીને આ કેસને ઉકેલ્યો હતો.  બુધવારે બર્મિંગહામ ક્રાઇન કોર્ટમાં પાંચ સપ્તાહમાં પુરી થયેલી કાર્યવાહીના અંતે ૨૪ વર્ષનો થોમસ જાર્વિસ અને ૨૦ વર્ષના ચાલ્સ ફ્રાન્સીસને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. ગેંગનો ત્રીજો સભ્ય ૨૦ વર્ષનો કાલેન રીવે પર હત્યાનો આરોપ હતો. ત્રણે તેમનું અહરણ કરી કલાકો સુધી ઢોર માર મારી દુકાનની ચાવીઓ અને સેફનો કોડવર્ડ જાણી લીધો હતો.(૨૧.૧૮)

(3:39 pm IST)