Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ભરતસિંહ સોલંકીની તબિયતમાં મોટો સુધારો

બ્લડપ્રેસર- યુરિન આઉટપુટ સુધર્યું: ઓકિસજન હવે ૫૦ટકા જ જોઈએ છે

અમદાવાદઃ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર છે. તેમની તબિયતમાં ૫૦ ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. હાલ તેઓ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને માત્ર ૫૦ થી ૫૫ ટકા ઓકિસજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે.

બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક હતી. સોમવારે સાંજે તેઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓકિસજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓકિસજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓકિસજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, ૯૦ ટકા ઓકિસજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓકિસજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ક્રિટીકલ બની હતી. પરંતુ આજે સિમ્સ હોસ્પિટલે અખબારી યાદીમાં કહ્યું કે, હવે ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં ૪૫ ટકા રિકવરી છે. દર ૧૨ કલાકે તેઓની ચકાસણી ચાલુ છે. રાઉન્ડ ધ કલોક તેઓની તપાસ ચાલુ છે.

(4:43 pm IST)
  • રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ ૨૫ કોંગી ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચી ગયા ? : સિંધિયાવાળી કરવાની તૈયારી ?: રાજસ્થાન કૉંગીના કુલ ૪૨ ધારાસભ્યો છે: કોંગી મુખ્યમંત્રી અશોક ગેહલોટ પ્રધાનોને મળ્યા. રાજસ્થાનના રાજકારણમાં નવો અધ્યાય લખાઈ રહ્યો છે. બળવો નિશ્ચિત access_time 12:55 am IST

  • નવસારી જિલ્લામાં : ૧૮ નવા કોરોના કેસ સાથે જિલ્લામાં ૨૫૬ કુલ કોરોના દર્દીઃ ૧૨૬ સાજા થયા અને ૧૨૩ સારવાર access_time 5:59 pm IST

  • રાત્રે ૧૦।। વાગે કર્ફયુમાં ૫ મિત્રો મોટરમાં નિકળતા કોન્સ્ટેબલ સુનિતા યાદવે રોકયા મિત્રોએ પ્રધાનપુત્રને બોલાવતા બન્ને વચ્ચે જીભાજોડી થઈ તેની ઓડીયો વાયરલ થયાનું ઝી ન્યુઝ ડોટ ઈન્ડિયા ડોટ કોમની ગુજરાતી સાઈટ ઉપર પ્રસારિત થયું છે access_time 5:58 pm IST