મુખ્ય સમાચાર
News of Saturday, 11th July 2020

ભરતસિંહ સોલંકીની તબિયતમાં મોટો સુધારો

બ્લડપ્રેસર- યુરિન આઉટપુટ સુધર્યું: ઓકિસજન હવે ૫૦ટકા જ જોઈએ છે

અમદાવાદઃ કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની તબિયત અંગે સારા સમાચાર છે. તેમની તબિયતમાં ૫૦ ટકા સુધારો થયો છે તેવી સિમ્સ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા માહિતી આપવામાં આવી છે. હાલ તેઓ આઈસીયુમાં દાખલ થયેલ છે. હવે તેમની સ્થિતિ સ્થિર બની છે. હવે તેઓને માત્ર ૫૦ થી ૫૫ ટકા ઓકિસજન સપોર્ટની જરૂર પડે છે. તેમના બ્લડપ્રેશર અને યુરીન આઉટપુટ સુધારો થયો છે.

બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીની તબિયત નાજુક હતી. સોમવારે સાંજે તેઓને પ્લાઝમા થેરેપી પણ આપવામાં આવી હતી. પરંતુ તેના બાદ તેમનું ઓકિસજન લેવલ ઘટવા લાગ્યું હતું. શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે તેઓને વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા હતા. તેઓને અસ્થમાની પણ તકલીફ હોવાથી અને ફેફસામાં સંક્રમણને પગલે ઓકિસજન લેવલ પણ વારંવાર ઘટી જતું હતું. જેથી તેઓને ઓકિસજન આપવામાં આવી રહ્યું છે. પરંતુ તેઓની તબિયત એટલી નાજુક હતી કે, ૯૦ ટકા ઓકિસજન વેન્ટીલેટર થકી અપાઇ રહ્યું હતું. ભરતસિંહના હાર્ટ, કીડની સહિતના અન્ય અંગો સામાન્ય રીતે કાર્ય કરી રહ્યાં હતા, પણ ફેફસાં વધારે પડતાં નબળાં હોવાથી ઉપરના ઓકિસજનની જરૂરિયાત વધી હતી. જેથી તેઓની તબિયત થોડી ક્રિટીકલ બની હતી. પરંતુ આજે સિમ્સ હોસ્પિટલે અખબારી યાદીમાં કહ્યું કે, હવે ભરતસિંહ સોલંકીની સ્થિતિમાં ૪૫ ટકા રિકવરી છે. દર ૧૨ કલાકે તેઓની ચકાસણી ચાલુ છે. રાઉન્ડ ધ કલોક તેઓની તપાસ ચાલુ છે.

(4:43 pm IST)