Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

કોવિદ -19 સંજોગોમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપતા દિલ્હી હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ : પ્રોજેક્ટ સ્થગિત કરવા પિટિશન કરનારને દિલ્હી હાઇકોર્ટે એક લાખ રૂપિયાનો દંડ ફટકારતા સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા

ન્યુદિલ્હી :  સેન્ટ્રલ વિસ્ટાના નિર્માણને મંજૂરી આપતા 31 મે ના દિલ્હી હાઇકોર્ટના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે.  દિલ્હી હાઇકોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સ્થગિત કરવા પિટિશન કરનારને એક લાખ રૂપિયાનો દંડ ફટકારતા તેમણે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તથા જણાવ્યું છે કે કોવિદ -19 સંજોગોમાં સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ સ્થગિત કરવા અરજ ગુજારનારને  એક લાખ રૂપિયાનો દંડ કરવો અયોગ્ય છે.

અરજદારો અન્યા મલ્હોત્રા અને સોહેલ હાશ્મી દ્વારા દાખલ કરેલી અપીલમાં જણાવાયું છે કે હાઈકોર્ટ દ્વારા આ અરજી પૂર્વગ્રહ અને ખોટા અભાવથી કરવામાં આવી હોવાનું કારણ આપી અરજદારોને એક લાખ રૂપિયાનો દંડ ફરમાવાયો છે.  આવા દંડ કરવાથી  જાહેર જનતા અને  નાગરિકોના આરોગ્ય તથા હીત  માટે રજુઆત કરનારા તેમજ સરકાર સામે રજુઆત કરનારા લોકોને શિક્ષા  કરવા  સમાન છે.  

અરજદારોએ દેશની રાજધાનીમાં COVID-19 પરિસ્થિતિ અને સંભવિત સુપર સ્પ્રેડર તરીકે  ઉભા કરવામાં આવેલા જોખમને કારણે સેન્ટ્રલ વિસ્ટાના બાંધકામ પર સ્ટેની માંગ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(8:08 pm IST)