Gujarati News

Gujarati News

News of Friday, 11th June 2021

વાહવાહી ભારે પડી

૨૦૧૯માં 'હાઉડી મોદી' સમયે અમેરિકામાં થયેલો ૨.૫ અબજ ડોલર સોદો રદઃ ભારતને ઝટકો

નવી દિલ્હી, તા.૧૧: ભારતીય કંપની પેટ્રોનેટ એલએનજી દ્વારા વર્ષ ૨૦૧૯માં હાઉદી મોદી કાર્યક્રમ વખતે લિકિવફાઇડ નેચરલ ગેસની આયાત કરવા માટે અમેરિકા સાથે થયેલો સોદો આખરે રદ કરવામાં આવ્યો છે. પેટ્રોનેટ એલએજી લિમિટેડએ સપ્ટેમ્બર ૨૦૧૯માં અમેરિકામાં 'હાઉડી મોદી'દરમિયાન ૪૦ વર્ષની ગેસ સપ્લાયના બદલામાં અમેરિકાના ટેલ્યુરિયનના એનએલજી પ્રોજેકટમાં ૨.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવા એમઓયુ કર્યા હતા તેને છેવટે રદ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનિય છે કે, સપ્ટેમ્બર ૨૦૧૯માં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકાના હ્યુસ્ટનની મુલાકાત વખતે 'હાઉડી મોદી' કાર્યક્રમ દરમિયાન આ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. જે વિદેશમાં શેલ ગેસની નિકાસ કરવા માટે અમેરિકામાં થયેલા સૌથી મોટા વિદેશી રોકાણ પૈકીનું એક હતું.

પેટ્રોનેટ એલએનજી એ ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૯ના રોજ, ટેલ્યુરિયન ઇન્કના પ્રસ્તાવિત ડ્રિફ્ટવુડ એલએનજી ટર્મિનલથી ૪૦ વર્ષ માટે એલએનજીની વાર્ષિક ૫૦ લાખ ટન સુધીની ખરીદી માટેના સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. પેટ્રોનેટ એલએનજી એ આ ડ્રિફ્ટવુડની ૧૮ ટકા હિસ્સેદારી માટે ૨.૫ અબજ ડોલરનું મૂડીરોકાણ કરવાનું હતું.

પેટ્રોનેટ એલએનજી કંપનીના મેનેજિંગ ડિરેકટર અને સીઇઓ એ.કે.સિંહે જણાવ્યુ કે, આ એમઓયુને લંબાવવામાં આવ્યો નથી. હાલ તેમની સાથે અમારા કોઇ નવા કરાર થયા નથી. તેમણે ઉમેર્યુ કે, આરંભિક સમજૂતી હતી તે હવે સમાપ્ત થઇ ગઇ છે. આ આરંભિક સમજૂતીની સમય મર્યાદા અગાઉ ત્રણ વખત ૩૧ મે, ૨૦૨૦ અને ત્યાર બાદ ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધી લંબાવવામાં આવી હતી. તેમણે કહ્યું કે, અમને ટેલુરિયન્સ તરફથી આ સમજૂતી આગળ વધારવા માટે કોઇ વિનંતી મળી નથી. જો કે તેમણે વિસ્તૃત માહિતી આપવા ઇન્કાર કર્યો છે.

એવું મનાય છે કે, ભારતીય કંપની દ્વારા રજૂ કરાયેલા ભાવે વિદેશી કંપની એલએનજી આપવા તૈયારી દર્શાવી રહી ન હતી. તેથી છેવટે મૂડીરોકાણ કરવાની સમજૂતી દોઢ વર્ષ બાદ પડતી મૂકવાનો નિર્ણય લેવાયો છે.

(4:02 pm IST)
  • પૂર્વ પોલીસ કમિશ્નર પરમ બીરસિંહને સુપ્રીમ કોર્ટની પડી ફિટકાર : કોર્ટે કહ્યું કે "તમે 30 વર્ષ સુધી મહારાષ્ટ્ર કેડરની સેવા કરી અને હવે કહો કે તમને રાજ્ય પોલીસમાં વિશ્વાસ નથી - આ ખૂબ આઘાતજનક બાબત કહેવાય". સુપ્રિમ કોર્ટે શુક્રવારે મુંબઇના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમ બીરસિંહે તેમની સામે મહારાષ્ટ્રમાં નોંધાયેલા તમામ ગુનાહિત કેસોને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન અથવા અન્ય કોઈ સ્વતંત્ર એજન્સીમાં સ્થાનાંતરિત કરવાની અરજીની સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટ સાફ ઇનકાર કર્યો access_time 12:49 pm IST

  • સુપ્રીમ કોર્ટે AIIMS દ્વારા લેવાતી INI CET પરીક્ષા 2021 ને, કોરોના પરિસ્થિતિના કારણે, એક મહિના માટે મુલતવી રાખવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સ્પષ્ટતા કરી છે કે, આ પરીક્ષા, જે 16 જૂને યોજાવાની હતી, હવે એક મહિનાની સમાપ્તિ પછી કોઈપણ સમયે યોજી શકશે. access_time 1:32 pm IST

  • કોવિડ મહામારી અને લોકડાઉનથી અર્થતંત્રને ફટકો પડતા તેલંગાણાના મુખ્યમંત્રીએ રાજ્યની મહેસૂલ વધારવા માટે રાજ્ય સરકાર હસ્તકની રૂ .20,000 કરોડની જમીનો વેચવાની પ્રક્રિયા શરૂ કરી છે. વધુ બે રાજ્ય સરકારો પણ નજીકના ભવિષ્યમાં પોતાની લેન્ડ બેંક વેચવાની યોજના બનાવી રહી હોવાનું જાણવા મળે છે. (ન્યૂઝફર્સ્ટ) access_time 11:16 am IST