Gujarati News

Gujarati News

News of Tuesday, 11th June 2019

સંબંધ એટલે ...!

(એક અછાન્‍દસ )

સંબંધ કાચનો નથી

અને છતાં યે ફૂટે છે

સાઇલન્‍ટ મોડ પર મૂકાયેલા બોમ્‍બનાં ધડાકાની જેમ...

એ બુઠ્ઠો થઇ જાય ત્‍યારે

તલવાર અને છરી કરતાં વધારે લોહી કાઢી શકે છે

એ તકલાદી નથી જ હોતો

અને તો પણ તૂટી જાય છે

પેન્‍સિલની અણી તૂટે એમ...

ફેવિકોલથી સંધાતો નથી

કે સ્‍ટેપલરથી બંધાતો નથી

સંબંધ

બિલ્‍ડીંગ નથી તો ય એને બાંધી શકાય છે

ક્‍યારેક એ અલ બુર્જ ખલીફાથી યે ઉંચો થઇ જાય છે

તો ક્‍યારેક બેઝમેન્‍ટથી ય સાવ નીચે ઉતરી જાય છે

એ કોઇ વસ્‍તુ નથી

અને છતાં વપરાય છે

એ હવા-પાણી-આકાશ નથી

અને છતાં વર્તાય છે

ક્‍યાંક રાતરાણીની ખૂશ્‍બુ જેવો થઇ જાય છે

તો ક્‍યાંક સ્‍વાર્થની ઉધઇથી સડી જાય છે

 

કોઇનાં માટે એ સ્‍વીટ્‍ઝર્લેન્‍ડની વેલી ઓફ ફ્‌લાવર જેવો છે

તો કોઇના માટે માત્ર ડસ્‍ટબીન

અને એ પણ સદીઓથી ખાલી નહીં કરાયેલું !!

સંબંધ છાપાનાં પાના છે

સંબંધ કેલેન્‍ડરનાં કુંડાળા છે

આમ જુઓ તો સંબંધ

દ્યણું બધું છે

ને આમ જુઓ તો

સંબંધ-સંબંધ સિવાય

બધું જ છે !!

( કવિ સાંઈરામ દવે)

 

(2:35 pm IST)