Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

સુપ્રિમનો મહત્વપૂર્ણ ચુકાદો

એસ.સી. એસ.ટી.ને પ્રમોશનમાં અનામત યોગ્ય છે

પરીક્ષાથી સફળતા અને ટેલેન્ટ નકકી ન થઇ શકે

નવી દિલ્હી, તા. ૧૧ :  સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે ફકત કોઇ પરીક્ષા દ્વારા સફળતા અને ટેલેંન્ટ નકકી ન થઇ શકે. પરીક્ષાનાં આધારે બનેલ મેરીટના કર્મચારીઓને જ સરકારી નોકરીમાં મહત્વ આપવાથી સમાજમાં હાંસિયામાં રહેતા લોકોની ઉન્નતિનું આપણા બંધારનું લક્ષ્મય પુરૂ ન થાય. જસ્ટિસ યુ.યુ. લલિત અને જસ્ટીસ ડી.વાય. ચંદ્રચૂડની બેંચે કર્ણાટક અનામત કાનૂન ર૦૧૮ને યોગ્ય જાહેર કરતા આ વાત કહી હતી. આ કાયદા હેઠળ રાજયમાં સરકારી નોકરીઓમાં એસસી એસટી સમાજના લોકોને પ્રમોશનમાં અનામત આપી શકાય છે. તેના વિરૂધ્ધમાં કોર્ટમાં ઘણી બધી અરજીઓ થઇ હતી. પોતાના ચુકાદામાં સુપ્રિમ કોર્ટે એમ પણ કહ્યું કે પ્રશાસનમાં સમાજની વિવિધતાને  નજર અંદાજ ન કરી શકાય. એસ.સી.એસ.ટી. સમાજને પ્રમોશનમાં અનામત આપવાનું અયોગ્ય નથી. તેનાથી પ્રશાસનની કુશળતા પર બિલકુલ અસર નહીં થાય. સમાજને એવો વર્ગ જે વર્ષોથી હાંસિયામાં રહ્યો હોય અને અસમાનતાનો શિકાર બનતો રહ્યો હોય તેને અનામત આપવાથી શાસનમાં તેના અવાજને એક ઓળ મળશે. બેંચે બંધારણના અનુચ્છેદ ૩૩પ, ૧૬ (૪) અને ૪૬નો હવાલો આપતા કહ્યું કે સરકારી નોકરીઓ આપીને એસસી એસટી સમાજની ઉન્નતિ કરી શકાય છે. સંપૂર્ણ સરકારની પરિકલ્પના આ રીતે જ પુરી થઇ શકે છે.

(3:51 pm IST)