Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

લાદેન પર હુમલો કરવા વપરાયેલું હેલિકોપ્ટર ભારતને મળ્યું

વિશ્વમાં સૌથી ઘાતક ગણાતું અપાચે હેલિકોપ્ટર ભારતને મળ્યું : અમેરિકાની જેમ ભારત પણ આતંકવાદીઓના ઠેકાણા પર એરસ્ટ્રાઇક કરી શકશે

નવી દિલ્હી તા. ૧૧ : ભારતીય વાયુસેનાને પ્રથમ અપાચે હેલિકોપ્ટર મળી ગયું છે. અમેરિકાના એરિઝોનામાં એરફોર્સના એર માર્શલ એએસ બુટોલાને આજે આ હેલિકોપ્ટર સોંપવામાં આવ્યું હતું. આશરે સાડા ત્રણ વર્ષ પહેલાં ભારતે આ હેલિકોપ્ટર માટે કરાર કર્યો હતો. વર્ષ ૨૦૧૫માં થયેલા કરાર મુજબ ભારતને ૨૨ અપાચે મળશે.

અપાચેની પ્રથમ બેંચ આ વર્ષે જુલાઈમાં જ આવશે. આ હેલિકોપ્ટર માટે પસંદ કરાયેલા ગ્રાઉન્ડ ક્રૂની તાલિમઅમેરિકાની સેનાના અલાબામાં એરબેઝ પર થઈ રહી છે.

અપાચે એટેક હેલિકોપ્ટર વિશ્વનું સૌથી આધુનિક અને ઘાતક હેલિકોપ્ટર માનવામાં આવે છે. આ હેલિકોપ્ટર એરફોર્સમાં આવવાથી અમેરિકાની જેમ ભારત પણ આતંકવાદીઓના અડ્ડા પર એરસ્ટ્રાઇક કરી શકે છે. અમેરિકાએ પાકિસ્તાનમાં સંતાયેલા વિશ્વના સૌથી ઘાતક આતંકવાદી ઓસામા બિન લાદેનને મારવા માટે આ હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.

અપાચેમાં આગળના ભાગે સેન્સર લાગે છે જેના કારણે તે રાત્રે પણ ઉડી શકે છે. ૩૬૫ કિલોમિટર પ્રતિ કલાકની ઝડપે અપાચે પળવરમાંજ દુશ્મનોના ઠેકાણા પર હુમલા કરી શકે છે.

અપાચે હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલો લાગેલી છે. હેલિકોપ્ટરની બંને બાજુ ૩૦ એમ એમ ની ગન લાગેલી છે જેનાથી બચવુ અશકય છે.

અપાચે અટેકની વિશેષતા...

ત્રાસવાદીઓના કિલ્લાબંધીને પણ નષ્ટ કરી દેશે

નવી દિલ્હી,તા. ૧૧ : ભારતીય હવાઈ દળને લાદેન કિલર નામથી લોકપ્રિય અપાચે અટેક હેલિકોપ્ટર મળવાની શરૃઆત થઈ ગઈ છે. અમેરિકન કંપની બોઈંગમાં બનાવવામાં આવેલા એએચ-૬૪ઈ અપાચે અટેક હેલિકોેપ્ટર દુનિયાના સૌથી આધુનિક અને ઘાતક હેલિકોપ્ટર તરીકે છે. અમેરિકાના એરિઝોનામાં ભારતીય હવાઈ દળને પ્રથમ અપાચે હેલિકોપ્ટર સોંપી દેવામાં આવ્યું છે. અપાચે અટેક હેલિકોપ્ટરની વિશેષતા નીચે મુજબ છે.

*    લાદેન કિલર તરીકે લોકપ્રિય અપાચે અટેક હેલિકોપ્ટર બોઇંગ એએચ-૬૪ઈ અમેરિકી સેના અને અન્ય આંતરરાષ્ટ્રીય સંરક્ષણ દળો માટે બનાવવામાં આવેલા સૌથી અતિઆધુનિક યુદ્ધ હેલિકોપ્ટર તરીકે છે જે કોઈ પણ ત્રાસવાદી અડ્ડા પર સરળતા ત્રાટકી શકે છે. પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડા પર એર સ્ટ્રાઇકમાં મદદ રૃપ બની શકશે

*    અમેરિકાએ પોતાના અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ પનામાથી લઈને અફઘાનિસ્તાન અને ઈરાક સુધીના યુદ્ધમાં ઉપયોગ કર્યો છે. ઈઝરાયેલ પણ લેબનોન અને ગાજાપટ્ટીમાં પોતાના લશ્કરી ઓપરેશનમાં આજ અટેક હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે

*    આ હેલિકોપ્ટરને અમેરિકી સેનાના એડવાન્સ અટેક હેલિકોપ્ટર પ્રોગ્રામ હેઠળ બનાવવામાં આવ્યું છે. આ હેલિકોપ્ટરે પ્રથમ ઉઠાણ ૧૯૭૫ ભરી હતી. આને અમેરિકી સેનામાં ૧૯૮૬માં સામેલ કરવામાં આવ્યું હતું

*    અમેરિકા ઉપરાંત ઈઝરાયેલ, ઈજિપ્ત અને નેધરલેન્ડ સેના પણ આ હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે

*    અપાચે હેલિકોપ્ટર અટેકમાં બે જનરલ ઇલેક્ટ્રિક ટી-૭૦૦ ટર્બોશેફ્ટ એન્જિન છે જે આગળની તરફ એક સેંસર ફીટ છે. જેના પરિણામ સ્વરૃપે આ હેલિકોપ્ટર રાત્રીગાળામાં પણ ઉડાણ ભરી શકે છે. આ હેલિકોપ્ટર ૩૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાણ ભરે છે. આટલી તેજ ગતિથી ઉડાણ ભરે છે જેથી દુશ્મના ટેન્કોના પણ ફુરચે ફુરચા કરી શકે છે

*    અપાચે અટેક હેલિકોપ્ટરમાં હેલિફાયર અને અન્ય મિસાઇલો લાગેલી હોય છે. જે બન્ને તરફ ૩૦એમએમની ગન હોય છે. આ મિસાઈલના પેલોદ એટલા શક્તિશાળી વિસ્ફોટકોથી ભરેલા હોય છે કે દુશ્મન માટેની બચવાની કોઈ તક નથી

*    આ હેલિકોપ્ટરનું વજન ૫૧.૬૫ કિલોગ્રામ છે. આમા પાયલોટને બેસવા માટે બે સીટ હોય છે. આ હેલિકોપ્ટરને એવી રીતે બનાવવામાં આવ્યું છે કે યુદ્ધની સ્થિતિમાં ટકી શકે છે

*    અપાચે હેલિકોપ્ટરમાં સૌથી ક્રાંતિકારી ફિચર તેના હેલ્મેટ માઉંટેડ ડિસપ્લે, ઇટિગ્રેટેડ હેલ્મેટ અને ડિસ્પેલે સાઇટિંગ સિસ્ટમ હોય છે આની મદદથી પાયલોટ હેલિકોપ્ટરમાં લાગેલી ઓટોમેટિક એમ-૨૩૦ ગનથી દુશ્મન પણ ટારર્ગેટ કરી શકે છે

*    કોઈ પણ પ્રકારના હવામાનમાં અને કોઈ પણ પ્રકારની સ્થિતિમાં અપાચે હેલિકોપ્ટર દુશ્મન માટે જીવલેણ બની શકે છે.

(7:16 pm IST)