Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

૧૦ દિ'માં સેન્સેકસમાં ૧૫૦૦ પોઈન્ટનું ગાબડું

નવી દિલ્હી : ૧ મેના રોજ મજૂર દિવસના લીધે બજાર બંધ હતું. ચોથી અને ૫ મી મેના રોજ શનિવાર-રવિવારના રોજ શેરબજાર બંધ રહ્યું હતું. આ અઠવાડિયે શુક્રવારે કારોબારના છેલ્લા દિવસે સેન્સેકસ ૯૬ પોઈન્ટ તૂટીને ૩૭,૪૬૩ ના સ્તરે પહોંચ્યો જયારે નિફિટ પણ ૨૨.૯૦ તૂટીને ૧૧,૨૭૮.૯૦ પોઇન્ટ બંધ થયો.

શુક્રવારે કારોબારના અંતે ટાટા સ્ટીલનો શેર ૬ ટકા તૂટ્યો હતો જયારે HCL અને YES બેન્કના શેર અનુક્રમે ૪.૩૪ ટકા અને ૩.૭૦% તૂટીને બંધ થયો હતો. એ જ રીતે Indusland બેન્ક ૨.૯૬% અને ONGC માં ૧.૭૪%નો કડાકો થયો હતો.

આ ઉપરાંત બજાજ ફાઇનાન્સ, TCS, પાવર ગ્રીડ, વેદાંતા, એશિયન પેઇન્ટ્સ, NTPC અને હીરો મોટો કોર્પના શેર તૂટીને બંધ થયા હતા. વધારાવાળા શેરોમાં ભારતી એરટેલના શેરમાં ૨%નો વધારો જોવા મળ્યો, આ ઉપરાંત HDFC, ICICI અને AXIS બેન્કના શેરમાં પણ વધારો જોવા મળ્યો હતો.

દેશની સૌથી મોટી બેન્ક SBI ના ઉત્ત્।મ ત્રિમાસિક પરિણામોની અસર શેરમાર્કેટ પર પડી હતી અને તેનો શેર ૨.૯૪ % પર બંધ થયો હતો. SBI ૨૦૧૮-૧૯ ના ચોથા ત્રિમાસિક ગાળામાં ૮૩૮,૪૦ કરોડ રૂપિયાની ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. બેડ લોન્સ અથવા બેંક નોન-પરફોર્મિંગ એસેટ્સ સ્તર નીચે આવતા બેંકને ફાયદો થયો હતો.

૨૦૧૭-૧૮ માર્ચ કવાર્ટરમાં - બેંકે જાન્યુઆરી ૭,૭૧૮.૧૭ કરોડ રૂપિયાની ચોખ્ખી ખોટ કરી હતી. માહિતી અનુસાર આ ત્રિમાસિકમાં બેંકને ૧૧ ટકાનો ફાયદો થઇ ૭૫ હજાર ૬૭૦ કરોડ થયો છે.

(2:05 pm IST)