Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

નોટબંધીનું ભુત ફરી ધુણ્યુ : એ વખતે પ્રાઇવેટ બેંકોએ ખેલેલા ખેલથી IT ચોકયું: તપાસ શરૂ

પ્રાઇવેટ બેંકોના અનઓપરેટ ખાતાઓમાં થયા હતા મોટા ટ્રાન્ઝેકશન

મુંબઇ તા ૧૧  :  પ્રાઇવેટ બેંકો દ્વારા કરચોરોને મદદ કરવામાંઆવી રહી હોવાની ચોંકાવનારી વિગતો આયકર વિભાગના હાથમાં આવી છે. પ્રાઇવેટ બેંકોઅ ે કરચોરોને  મદદકરી છે તે મુદ્દે ડિપાર્ટમેન્ટે ઝીણવટભરી તપાસ શરૂકરી છે. નોટબંધી દરમિયાન પણ પ્રાઇવેટ બકોની કેટલીક શાખાઓના મહિનાઓથી સુષુપ્ત ખાતાઓમાં લાખો રૂપિયા જમા થયા અને તેના મલ્ટી ટ્રાન્જેકશન પણ થઇ ગયા હોવાની વિગતો આયકર વિભાગના હાથમાં આવી છે, અને તે દિશામાં પણ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ઉપરાંત, ઓપરેશન કલીનનમની અંતર્ગત કોઇપણ એકાઉન્ટમાં મોટું ટ્રાન્જેકશન થાય તો તરત જ આયકર વિભાગને જાણ કરવાની જોગવાઇ હોવા છતાં ઘણી બેંકોએ પોતાના ગ્રાહકોને છાવરવા માટે આવી વિગતો છુપાવી હતી. તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

તાજેતરમાં જ બ્લેકમનીના કેસમાં બેંકના મેનેજરનો ખેલ સામે આવ્યો હતો. આ મુદ્દે આયકર વિભાગે રિઝર્વ બેંકને ફરીયાદ કરી છે. આયકર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ નોટબંધી વખતે પ્રાઇવેટ બેંકના અધિકારીઓએ મોટા ખેલ પાડયા હતા. તેમની મદદથી ઘણા માલેતુજારોએ કરોડો રૂપિયા તેમજા ફોરેન એકાઉન્ટમાં આરટીજીએસથી ટ્રાન્સફર કરી દીધા હતા. આ પ્રકરણની તપાસ કરી રહેલી સેન્ટ્રલ એવન્સીએ પ્રાઇવેટ બેંકના ઘણા અસ્ધકારીઓની દેશભરમાંથી ધરપકડ પણ કરી હતી. આવા જ પ્રકરણની તપાસ કરી રહેલી અમદાવાદ આયકર વિભાગની ટીમે શોધી કાડયું હતું, કે નોટબંધી સમયે પ્રાઇવેટ બેંકના  અધિકારીઓની દરોવણી હેઠળ જ ચોક્કસ બ્રાંચના ખાતામાં લાખો રૂપિયા જમા થઇ ગયા હતા. જે તે ખાતામાં જમા થયેલા રૂપિયા ઘણા બધા ખાતાઓમાં ફરી ગયા હતા. મલ્ટી ટ્રાન્જેકશન કરીને કરચોરોએ તપાસથી બચવા પ્રયાસ કર્યા હતા. જે પ્રકરણની તપાસમાં પ્રાઇવેટ બેંકની સંડોવણી બહાર આવતા તેની સામે પણ પગલા લેવા માટેઆયકર વિભાગની ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે.

(11:32 am IST)