Gujarati News

Gujarati News

News of Saturday, 11th May 2019

બ્રેકઅપ બાદ મહિલાઓ પ્રેમી વિરૂદ્ઘ નોંધાવે છે બળાત્કારની ફરિયાદ

આવા કેસમાં પોલીસે તપાસ બાદ જ આરોપીની ધરપકડ કરવી જોઇએ

મુંબઈ તા. ૧૧ : શહેરમાં છેલ્લાં છ વર્ષમાં મહિલાઓ વિરુદ્ઘ થતા ગુનામાં ભારે વધારો થયો છે. બળાત્કારના કેસમાં ૮૩ ટકા અને છેડતીના કેસમાં ૯૫ ટકાનો વધારો થયો છે. દરમિયાન ૬૦થી ૭૦ ટકા બળાત્કારના કેસમાં મહિલાઓ તેમના ભૂતપૂર્વ પ્રેમી વિરુદ્ઘ ફરિયાદ નોંધવે છે.

મોટા ભાગની ફરિયાદોમાં લગ્નની લાલચ આપીને પ્રેમીએ શારીરિક સંબંધ બાંધ્યો હોવાનો આરોપ મહિલાઓ લગાડે છે. અમુક કેસમાં મહિલા તેના પ્રેમી પર દબાણ લાવવા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવે છે અને બાદમાં એકાદ અઠવાડિયા બાદ તેને પાછી ખેંચી લે છે. દરમિયાન આવા કેસમાં આરોપી વિરુદ્ઘ ગુનો નોંધાઇ છે અને બાદમાં ધરપકડ થાય છે. ફરિયાદ નોંધાઇ એટલે ધરપકડ થાય જ એ જરૂરી નથી, એમ પોલીસે જણાવ્યું હતું. લાંબા સમય સુધી રિલેશનમાં રહ્યા બાદ સંબંધમાં તિરાડ પડતા મહિલાઓ પ્રેમી વિરુદ્ઘ બળાત્કારનો આરોપ લગાવતી હોય છે. આવા કેસમાં પોલીસે પહેલા તપાસ કરવી જોઇએ અને ત્યારબાદ જ ધરપકડ અંગેનો નિર્ણય લેવો જોઇએ. ધરપકડ થવાથી માત્ર સ્વતંત્રતા જ નહીં, પરંતુ સમાજમાં રહેલી પ્રતિષ્ઠા પણ છીનવાઇ જાય છે, એમ કાયદાકીય નિષ્ણાતે જણાવ્યું હતું.

(11:16 am IST)