Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ઝોમેટોના ડિલિવરી બોયનો મોટો ખુલાસો : કહ્યું -મોડલે જાતે જ નાક પર હુમલો કર્યો હતો

તેણે તેની આંગળીમાં રિંગ પહેરી હતી, જે તેના નાક ઉપર વાગતા લોહી નીકળ્યું હતું

બેંગલુરુમાં મોડલ પર હુમલો કરનાર આરોપી ઝોમેટોનાં ડિલવરી બોયે પોલીસ પૂછપરછમાં અલગ જ ખુલાસો કર્યો છે ઝોમેટોના કર્મચારી કામરાજે જણાવ્યું કે મોડલ હિતેશા ચંદ્રાણીને પંચ નથી માર્યો પરંતુ હિતેશાએ જ મારી સાથે મારપીટ શરૂ કરી હતી. તેણે કામરાજ પર ચપ્પલથી હુમલો કર્યો અને તે દરમિયાન તેણે જાતે જ નાક પર હુમલો કર્યો હતો. કામરાજે કહ્યું કે હિતેશાને તેની જ આંગણી વડે વાગ્યું હતું, જે બાદ તેણે એવું બતાવ્યું કે કામરાજે તેના પર હુમલો કર્યો છે.

આ કેસમાં ધરપકડ બાદ પોલીસ કાર્યવાહી દરમિયાન કામરાજે ગુરુવારે તેનો પક્ષ મૂક્યો હતો. તેણે જણાવ્યું કે જ્યારે ડિલવરી લઈને મહિલાનાં સરનામા પર પહોંચ્યો ત્યારે થોડી વાર થઈ ગઈ હતી. કામરાજે કહ્યું કે, 'મે એ મહિલાને માફી માંગતા કહ્યું કે રસ્તો ખરાબ હતો અને ટ્રાફિકનાં કારણે મને વાર થઈ હતી. તેણે વધુ જણાવતા કહ્યું કે બે વર્ષનાં કામ દરમિયાન ક્યારે પણ આવી પરિસ્થિતિનો સામનો નથી કરવો પડ્યો.

કામરાજે જણાવ્યું કે ત્યાર બાદ હિતેશાએ ડિલવરી લઈ લીધી પણ પૈસા આપવાની ના પડી હતી. ત્યારે હિતેશા ઝોમેટો કસ્ટમર સપોર્ટ સાથે વાત કરતી હતી. ત્યાર બાદ હિતેશાએ મને સ્લેવ કહીને બૂમો પાડવા લાગી હતી. ઝોમેટો કસ્ટમરે મને જણાવ્યું કે તેમણે હિતેશાનો ઓર્ડર કેન્સલ કરી દીધો છે. ત્યાર બાદ મેં ઓર્ડર પાછો માંગ્યો હતો. ત્યારે હિતેશાએ ઓર્ડર રિટર્ન ન કરતા કામરાજ ઓર્ડર લીધા વગર જ જવા લાગ્યો.

કામરાજે જણાવ્યું કે તે બાદ પણ હિતેશા અપશબ્દ બોલી રહી હતી. અચાનક તેણે ચપ્પલ વડે હુમલો કર્યો અને મને મારવાનું શરુ કર્યું હતું. મેં તેનો હુમલો રોકવા માટે મારો હાથ વચ્ચે લાવ્યો હતો. તે દરમિયાન ભૂલથી હિતેશાએ તેના નાક પર માર્યું હતું. તેણે તેની આંગળીમાં રિંગ પહેરી હતી, જે તેના નાક ઉપર વાગતા લોહી નીકળ્યું હતું. કામરેજે કહ્યું કે જો તેનો વિડીયો તમે જોશો તો તમને સ્પષ્ટ થઇ જશે કે તેને પંચના ઘાથી નથી વાગ્યું અને હું તો રિંગ પણ નથી પહેરતો

 અત્રે ઉલેલ્ખનીય છે કે  હિતેશા ચંદ્રાણીએ સોશિયલ મીડિયા પર પોલીસને ટેગ કરીને એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે ઝોમેટો કર્મી પર આરોપ લગાવતા કહ્યું કે તેણે મને નાક પર પંચ માર્યો છે. આ વીડિયોમાં હિતેશાના નાક માંથી લોહી નીકળી રહ્યું છે. ત્યાર બાદ પોલીસે ઝોમેટો કર્મચારી વિરુદ્ધ કેસ નોંધીને ધરપકડ કરી હતી. .

(12:32 am IST)