Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

માનવજાત પર કોરોનાથી પણ વધારે ખતરનાક વાયરસ 'ડિસીસ-એક્સ'નું જોખમ, 75 કરોડ લોકોને ભરખી જશે

માનવજાતિએ દર 5 વર્ષે આરોગ્ય સંકટનો સામનો કરવો પડી શકે: હાલ 1.67 મિલિયન અજાણ્યા વાયરસોમાંથી 827000 વાયરસ પ્રાણીઓમાંથી માનવજાતિમાં આવ્યા

ન્યુયોર્કઃ સમગ્ર દુનિયા કોરોના વાયરસના જીવલેણ મહામારીનો સામનો કરી રહી છે ત્યારે વધુ એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. વૈજ્ઞાનિકોએ કોરોનાથી પણ વધારે ઘાતક એક નવા વાયરસની ચેતવણી આપી છે જેનાથી દુનિયાભરમાં 7.5 કરોડ લોકોની મોત થઇ શકે છે. તેઆ વાયરસનું નામ ડિસીસ-એક્સ (Disease X) છે. વૈજ્ઞાનિકોએ કહ્યુ કે, આ બિમારી ઇબોલા વાયરસની જેમ ઘાતક સાબિત થઇ શકે છે.

મીડિયા રિપોર્ટ મુજબ હેલ્મહોલ્ટ્ઝ સેન્ટરના ડોક્ટર જોસેફ સેટલે જણાવ્યુ કે, પ્રાણીઓની કોઇ પણ પ્રજાતિ આ બિમારીનો સ્ત્રોત હોઇ શકે છે. અલબત્ત આ બિમારીના સ્ત્રોની સંભાવના વધારે છે, જ્યાં ઉંદરો અને ચામાચિડીયા જેવા પ્રાણીઓ-પક્ષીઓ વધારે છે. આ બાબતે પ્રજાતિઓની સંખ્યા પર નિર્ભર કરે છે.

સંશોધનકર્તાઓએ જણાવ્યુ કે, હાલ આ બિમારી અંગે વધારે વિશેષ માહિતી મળી નથી પરંતુ આ અજાણી બિમારી નવી મહામારીનું સ્વરૂપ ધારણ કરી શકે છે. તેનો એક દર્દી કાંગોમાં મળ્યો હતો. તે દર્દીને બહુ જ તાવ હતો અને તેને રક્ત સ્ત્રાવ થઇ રહ્યો હતો. તેણે ઇબોલા ટેસ્ટ કરાવ્યો હતો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.
વૈજ્ઞાનિકોનાં મતાનુસાર કોરોના વાયરસ બાદ આગામી સમયમાં માનવજાતિએ દર 5 વર્ષે આરોગ્ય સંકટનો સામનો કરવો પડી શકે છે. EcoHealth Allianceના મતે દુનાયામાં હાલ 1.67 મિલિયન અજાણ્યા વાયરસોમાંથી 827000 વાયરસ પ્રાણીઓમાંથી માનવજાતિમાં આવ્યા છે.
બર્ડ ફ્લૂ, SARS, MERS, Nipah અને યલો ફીવર તમામ વાયરસો સૌથી પહેલા પ્રાણીમાં ઉત્પન્ન થયા અને ત્યારબાદ માનવજાતિમાં સંક્રમિત થયા. જેમાં કોરોના વાયરસ તાજેતરનું જ ઉદહારણ છે જેનાથી સમગ્ર માનવજાતિ પર મોટુ સંકટ આવી ગયુ છે.

(11:40 pm IST)