Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

ડ્રેગનને લાગશે વધુ એક ઝટકો : ચીનની જાયન્ટ કંપની પર પ્રતિબંધની તૈયારી

Huawei કંપનીનાં ઉપકરણોનાં મોબાઇલમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ સાથે ZTE કોર્પને પણ સરકાર પ્રતિબંધિત કરી શકે

નવી દિલ્હી :સુરક્ષા કારણોથી ભારત સરકાર હવે ચીનની Huawei ને પ્રતિબંધિત કરવાની તૈયારી કરી રહ્યું છે, જુન મહિનામાં આ અંગે નિર્ણય લેવાઇ જશે, Huawei કંપનીનાં ઉપકરણોનાં મોબાઇલમાં ઉપયોગ પર પણ પ્રતિબંધ આવી શકે છે.

ભારતીય ઉપકરણ નિર્માતાની વધુ ઉપકરણો બનાવવાની ઇચ્છા તથા સુરક્ષાનાં કારણોથી ચીનની કંપનીને પ્રતિબધિત કરવા જઇ રહી છે ભારત સરકાર, 15 જુન બાદ મોબાઇલ કેરિયર કંપની માત્ર સરકાર માન્ય કંપનીઓ પાસેથી જ નક્કી કરાયેલા ઉપકરણો ખરીદી શકે છે, એટલું જ નહીં જેની પાસેથી ઉપકરણો નથી ખરીદવાનાં તેનું તે કંપનીઓનું લિસ્ટ પણ સરકાર જારી કરી શકે છે, Huawei પણ તે લીસ્ટમાં આવી શકે છે.

ઉચ્ચ અધિકારીઓએ કહ્યું કે જે મુડીરોકાણ રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી હોય તો અમે આર્થિક લાભ માટે પ્રાથમિકતા આપી શકીએ નહીં, Huawei ની સાથે-સાથે ZTE કોર્પને પણ સરકાર પ્રતિબંધિત કરી શકે છે, જો કે તેની ઉપસ્થીતી ભારતમાં ઘણી ઓછી છે, આ બંને કંપનીઓ પર ચીનની સરકાર માટે જાસુસી કરવાનો આરોપ લાગી ચુક્યો છે.

અત્રે ઉલ્લેખનિય છે કે ભારતની બે ટેલિકોમ કેરિયર ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા Huawei ગિયરનો ઉપયોગ કરે છે, અને નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે Huawei ગિયર પર કોઇ પણ સમયે પ્રતિબંધથી ખર્ચ વધવાની સંભાવના છે.

(9:35 pm IST)