Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિરનું નિર્માણ કરો : મોગલ સમ્રાટ ઔરંગઝેબે જ્યોતિર્લિંગને ધ્વસ્ત કરી અમુક ભાગમાં મસ્જિદ બનાવી હતી : દેવી માં શ્રીંગાર વતી વારાણસી કોર્ટમાં દાવો દાખલ : નામદાર કોર્ટએ કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર ,તથા યુ.પી.મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો

વારાણસી : વારાણસી કોર્ટમાં દેવી માં શ્રીંગાર વતી  દાવો દાખલ કરાયો છે.જેમાં જણાવાયું છે કે વારાણસીમાં જ્ઞાનવાપી મસ્જિદની જગ્યાએ મંદિરનું નિર્માણ કરવું જોઈએ.ઈ.સ.1669 ની સાલમાં મોગલ સમ્રાટ ઔરંગઝેબે આ જગ્યાએ આવેલા જ્યોતિર્લિંગને ધ્વસ્ત કરી અમુક ભાગમાં મસ્જિદ બનાવી હતી .

ઉપરોક્ત પિટિશનના આધારે નામદાર કોર્ટએ 6 માર્ચના રોજ કેન્દ્ર સરકાર ,રાજ્ય સરકાર ,તથા યુ.પી.મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ખુલાસો માંગ્યો છે.
જે અંતર્ગત સિવિલ જજ (સિનિયર ડિવિઝન) સુશ્રી કુમુદ લતા ત્રિપાઠીની અદાલતે કેન્દ્ર સરકાર, યુપી સરકાર, વારાણસી જિલ્લા મેજિસ્ટ્રેટ, વરિષ્ઠ પોલીસ અધિક્ષક વારાણસી, યુપી મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, મસ્જિદ મેનેજમેન્ટ- અંજુમન ઇંટાઝામિયા અને કાશી વિશ્વનાથના ટ્રસ્ટી મંડળને નોટિસ જારી કરી છે.

 નોટિસનો જવાબ આપવા માટે 2 એપ્રિલની તારીખ નક્કી કરી છે.તથા કેસમાં આગળ વધવાના મુદ્દાઓ તૈયાર કરવા માટે 9 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:49 pm IST)