Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

૫ લાખ કરોડ ભેગા કરવાનો આ છે પ્લાન

સરકાર આવનાર ૪ વર્ષોમાં ૧૦૦ સરકારી કંપનીઓ વેચી નાંખશે

નવી દિલ્હી, તા.૧૧: કેન્દ્રની મોદી સરકારે આવતા ૪ વર્ષમાં લગભગ ૧૦૦ કંપનીઓને વેચવાની યોજના બનાવી કરી છે. આ માટે યુદ્ઘ સ્તર પર કામ કરવામાં આવી રહ્યું છે. હવે નીતિ આયોગે કેન્દ્ર સરકારના સંબંધિત મંત્રાલયોની તે સંપત્ત્િ।ઓની ઓળખ કરવા કહ્યું છે જેને આવનારા કેટલાક વર્ષોમાં મોનેટાઈઝ કરી શકાય છે. આ માટે નીતિ આયોગએ એક પાઈપલાઈન તૈયાર કરવા કહ્યું છે. નીતિ આયોગ તે સંપત્ત્િ।ઓ અને કંપનીઓનું એક લિસ્ટ તૈયાર કરી રહ્યું છે. જેને આવનારા વર્ષોમાં વેચાણ માટે શિડ્યુલ કરી શકાય.

એક અંગ્રેજી અખબારના જણાવ્યાનુંસાર નીતિ આયોગ ઓછામાં ઓછી ૧૦૦ એવી સંપત્તિઓની ઓળખ કરી ચૂકી છે જેનું ખાનગીકરણ કરવાનું છે અને જેની વેલ્યૂ ૫,૦૦,૦૦૦ કરોડ હશે. સૂત્રોના જણાવ્યાનુસાર સરકરા આ સંપત્તિઓને વેચવા માટે ફાસ્ટ્રેક મોડમાં કામ કરશે. લગભગ ૩૧ વ્યાપક અસેટ્સ કલાસેજ, ૧૦ મંત્રાલયો અથવા કેન્દ્રીય સાર્વજનિક વિસ્તારના ઉદ્યમો માટે મેપ તૈયાર કરવામાં આવ્યા છે. આ યાદી મંત્રાલયોની સાથે શેર કરવામાં આવી છે અને સંભવિત રોકાણ સ્ટ્રકચર પર વિચાર શરુ થઈ ગયો છે.

આ સંપત્તિઓમાં ટોલ રોડ બંડળ, પોર્ટ, ક્રુઝ ટર્મિનલ, ટેલીકોમ ઈન્ફ્રાસ્ટ્રકચર, તેલ અને ગેસ પાઈપલાઈન, ટ્રાન્સમિશન ટાવર, રેલવે સ્ટેશન, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, પર્વતીય રેલવે, પરિચાલન મેટ્રો સેકશન, વેયરહાઉસ અને વાણિજય પરિસર સામેલ છે. જો આ સંસ્થાઓનું ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે તો આ પ્રક્રિયાને ઝડપથી પહોંચી વળવા માટે એક લેન્ડ મેનેજમેન્ટ એજન્સીને હસ્તાંતરિત કરવામાં આવશે.  એક અન્ય સરકારી અધિકારીએ જણાવ્યું કે ફ્રી હોલ્ડ લેન્ડને આ પ્રસ્તાવિત ફોર્મને હસ્તાંતરિત કરવામાં આવશે. જે ડાયરેકટ વેચાણ અથવા રિયલ એસ્ટેટ રોકાણ ટ્રસ્ટ અથવા આરઈઆઈટી મોર્ડલના માધ્યમથી કમાણી કરશે.

ઉલ્લેખનીય છે કે હાલમાં પીએમ નરેન્દ્ર મોદીએ એક વેબિનારમાં સરકારના વિનિવેશ પ્લાનને લઈને ચર્ચા કરી. પીએમ મોદીએ કહ્યું સરકાર મૌદ્રિકરણ, આધુનિકીકરણ પર ધ્યાન આપી રહી છે. ખાનગી ક્ષેત્રથી દક્ષતા આવે છે. રોજગાર મળે છે. ખાનગીકરણ, સંપત્ત્િ।ના મૌદ્રિકરણથી જે પૈસા આવશે તે જનતા પર ખર્ચ કરવામાં આવશે. સરકાર બંધ પડેલી ૧૦૦ સરકારી સંપત્તિઓને વેચીને પૈસા ભેગા કરવા કામ કરી રહી છે. નવા આંકડા અનુસાર લગભગ ૭૦થી વધારે સરકારી કંપનીઓ ખોટમાં ચાલી રહી છે.  જેમાં રાજય દ્વારા સંચાલિત યુનિટ પણ છે. જેને ગત વર્ષ ૨૦૧૯માં ૩૧, ૬૩૫ કરોડ રુપિયાના સંયુકત નુકસાનની યાદી આપવામાં આવી હતી. સરકાર આ તમામ ખોટમાં ચાલી રહેલા યુનિટને બંધ કરવા ઈચ્છે છે.

ખાસ વાત છે કે ફેબ્રુઆરીમાં રજુ થયેલા સામાન્ય બજેટમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતુ કે સરકાર પુનઃ રોકાણના માધ્યમથી ૧.૭૫ લાખ કરોડ રુપિયાનું લક્ષ્ય રાખશે. મનાઈ રહ્યું છે કે સરકાર જુલાઈ- ઓગસ્ટ સુધી એર ઈન્ડિયા અને બીપીએલને લઈને પુનઃ રોકાણનો પ્લાન પુરો કરવાની તૈયારી કરી રહી છે.

(3:41 pm IST)