Gujarati News

Gujarati News

News of Thursday, 11th March 2021

પર્યાવરણ એક્ટિવિસ્ટ સુભમ કર ચૌધરીની આગોતરા જામીન માટે દિલ્હી કોર્ટમાં પિટિશન : સુનાવણી આવતીકાલ 12 માર્ચના રોજ

ન્યુદિલ્હી : પર્યાવરણ એક્ટિવિસ્ટ  સુભમ કર ચૌધરીએ  ખેડૂતો દ્વારા ચાલી રહેલા  વિરોધ પ્રદર્શનના સંદર્ભમાં દિલ્હી પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા નોંધાયેલા 'ટૂલકીટ' કેસમાં આગોતરા જામીન મેળવવા દિલ્હીની કોર્ટમાં પિટિશન કરી છે.જેની સુનાવણી એડિશનલ સેશન્સ જજ ધર્મેન્દ્ર રાણા દ્વારા આવતીકાલ 12 માર્ચે થશે.

ઉલ્લેખનીય છે કે ગોવામાં બોમ્બે હાઇકોર્ટે 3 માર્ચના રોજ  ચૌધરીને 10 દિવસના  ટ્રાન્ઝિસ્ટ જામીન આપ્યા હતા.જેની મુદત 12 માર્ચના રોજ પુરી થાય છે.તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(1:11 pm IST)