Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

બિહારના નાલંદા જીલ્લામાં પુત્રીને ઉઠાવી જનાર પ્રેમીનો વિરોધ કરતા માતાને ઉઠાવી ગયા બાદ અધવચ્‍ચે ઉતારીને નાસી છૂટયા

રાંચી: ઝારખંડની રાજધાની રાાંચીમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. જ્યાં એક યુવક તેની માઇનોર ગર્લફ્રેન્ડને ઘરેથી ભગાડવા માટે પહોંચ્યો હતો, પરંતુ સાથે તેની માતાને પણ ઉપાડી લાવ્યો હતો. જો કે, બાદમાં પોલીસે છોકરાની ધરપકડ કરી અને કાર જપ્ત કરી લીધી છે. હવે છોકરી તેના પરિવારજનોના નિવેદન પર આરોપી ચંદન અને કાર ડ્રાઈવર રંજન કુમાર સામે ફરિયાદ નોંધી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પોલીસે જણાવ્યું કે, છોકરો બિહારના નાલંદા જિલ્લાના કતરી સરાય વિસ્તારનો રહેવાસી છે અને સંપૂર્ણ પ્લાનિંગ સાથે છોકરીને ભગાડવા માટે આવ્યો હતો. ત્યારે ભાડાની કારમાં તેની પ્રેમિકાને ઉપાડ્યા બાદ ઝારખંડની રાજધાની રાંચીના તુપુદાના વિસ્તારના ઘુટિયા ગામ પહોંચ્યા હતા.

પરિજનોના જણાવ્યા અનુસાર, માઇનોર ગર્લફ્રેન્ડને કારમાં બેસાડી આરોપી ભાગી રહ્યાં હતા કે, છોકરીની માતા ત્યાં આવી અને તેમનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ આરોપી ચંદને કાર ડ્રાઈવરની મદદથી પ્રેમિકાની માતાને પણ જબરજસ્તી કારમાં બેસાડી અને બંનેને લઇ નીકળી ગયા હતા.

છોકરીની માતાના જણાવ્યા અનુસાર આરોપી તેમને અને તેમની માઈનોર દિકરીને ગાડીમાં બેસાડી બાલસરિંગ રિંગ રોડ તરફ ભાગ્યા. ત્યારબાદ બાલરસિંગ પહોંચ્યા બાદ તેણે પ્રેમિકાની માતાને કારમાંથી ઉતારી દીધી અને ફરાર થઈ ગયા.

આ વચ્ચે પરિવારજનોએ તેની જાણકારી પોલીસને આપી હતી અને એસએસપીના આદેશ પર રિંગ રોડ પર લગાવેલા સીસીટીવીથી કારનો નંબર કાઢવામાં આવ્યો. ત્યારબાદ પોલીસે રિંગ રોડ પર વાહનોની તપાસ શરૂ કરી. થોડા સમય બાદ પોલીસે એક કારને રોકી તપાસ કરી અને પ્રેમી કપલને પકડ્યા. ત્યારબાદ તુપુદાના પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ અને પ્રેમી કપલને કસ્ટડીમાં લઈ સ્ટેશન પહોંચી. પોલીસે માઈનોર છોકરીને પરિવારનોને સોંપી અને છોકરા વિરૂદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

(5:29 pm IST)
  • ગુજરાતમાં બર્ડ ફ્લૂની એન્ટ્રી થતા તંત્ર અલર્ટઃ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં પક્ષી વિભાગને બર્ડ ફ્લૂની સંભિવત અસરને જોતા બંધ કરવાનો નિર્ણય લેવાયો, કાંકરિયા પક્ષી વિભાગમાં 1200થી વધુ પક્ષીઓ ઉપસ્થિત access_time 4:49 pm IST

  • વિરાટ કોહલી પિતા બન્યાઃ પત્ની અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પિતા બન્યા છે. તેમના પત્ની અને ફિલ્મ અભિનેત્રી અનુષ્કા શર્માએ પુત્રીને જન્મ આપ્યો છે. લક્ષ્મીજીના આગમનથી પરિવારમાં ઉત્સાહ છવાયો છે. access_time 4:44 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં બોડેલી ખાતે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ :મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રૂ. ૬૧૩.૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત access_time 11:46 am IST