Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ટ્વીટર હેન્ડલ પર મૌની રોયની બોલ્ડ તસવીરો: હલચલ મચી ગઈ

ગણતરીની પળોમાં જ એનએસની પોસ્ટ વાયરલ :ટ્વીટર યુઝર્સે કોમેન્ટ પણ શરુ કરી દીધી

નવી દિલ્હીઃ દેશના નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આજે રવિવારે બપોરે બોલ્ડ અભિનેત્રી મૌની રોયના સેક્સી ફોટા શેર થવા લાગતા હલચલ મચી ગઇ હતી. NSEએ પોતાના ટવીટર હેન્ડલ પર આજે બપોરે 12 વાગ્યાની આસપાસ મૌની રોયની સેકસી ઇમેજ શેર કરી દીધી. આ ભૂલમાં થયું હતું પરંતુ તેટલીવારમાં તો બહુ મોડું થઇ ગયુ. કારણ કે સોશિયલ મીડિયા પર નેશનલ એક્સચેન્જની આ ટ્વીટ ઝડપથી વાયરલ થવા લાગી હતી અને લોકો મજા લેવા માંડ્યા હતા.

એનએસઇની ટ્વીટર હેન્ડલ પર મૌની રોયની બ્લેક ડ્રેસની તસવીરો પોસ્ટ થઇ ગઇ. જો કે NSEએ તાત્કાલિક એ પોસ્ટ હટાવી નવી ટ્વીટમાં લખ્યું કે,”બપોરે 12.25 કલાકે એનએસઇના હેન્ડલ પર ભૂલથી એક ખોટી પોસ્ટ થઇ ગઇ. આવું એનએસઇનું એકાઉન્ટ સંભાળતી એજન્સી દ્વ્રારા માનવીય ભૂલને કારણે થઇ ગયું. આમા હેકિંગનો કોઇ પ્રયાસ થયો નથી. પરંતુ આવી અસુવિધા માટે અમે અમારા ફોલોઅર્સની માફી માગવા માગીએ છીએ.

દેશમાં સોશિયલ મીડિયા કેટલું એક્ટીવ છે, તે આ ઘટનાથી પુરવાર થઇ શકે છે. જેમાં ગણતરીની પળોમાં જ એનએસની પોસ્ટ વાયરલ થઇ ગઇ. એટલું જ નહીં ટ્વીટર યુઝર્સે કોમેન્ટ પણ શરુ કરી દીધી. હતી.

 

યુઝર્સે કેવી કેવી કોમેન્ટ કરીએસી સેક્સી મિસ્ટેક મેને આજતક નહીં દેખી. ગલતી કરના તો કોઇ એનએસઇ સે શીખે નોટી NSE.વીકએન્ડ પર કામ કરોગે તો બંદા/બંદી યહી કરેંગે.અચ્છા તે યે મતલબ હોતા હૈ, સ્ટોક ઓફ ધ ડે કા.માર્કેટ થોડા ક્યા ઉછાલ મારા, NSE મસ્તીબાજી કે મૂડ મેં આ ગયા. યે સબ ક્યા હો રહા હૈ આશિષ ચૈહાન સાહબ.અરે કોઇ ગલતી નહીં થી, ઐસે હી ગલતી કરતે રહા કરો.

નોંધનીય છે કે મૌની રોય તેની આગામી ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આ ફિલ્મ અયાન મુખરજી ડાયરેક્ટ કરી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન,રણબીર કપૂર, આલિયા ભટ્ટ, નાગાર્જુન અને ડિમ્પલ કાપડિયા મુખ્ય ભૂમિકામાં દેખાશે.

(12:00 am IST)