Gujarati News

Gujarati News

News of Saturday, 10th December 2022

મહારાષ્ટ્ર, મણિપુર અને હિમાચલપ્રદેશમાં હળવા ભૂકંપના આંચકા

માત્ર 33 મિનિટની અંદર 3 રાજ્યોની ધરતી ધણધણી ઉઠી : ચંદેલમાં 3.1, ચંબામાં 2.8 અને નાંદેડમાં 3.0 તિર્વતાના આંચકા

નવી દિલ્હી : આજે મહારાષ્ટ્ર, મણિપુર અને હિમાચલપ્રદેશમાં હળવા ભૂકંપના આંચકા અનુભવાયા હતા. માત્ર 33 મિનિટની અંદર 3 રાજ્યોની ધરતી ધણધણી ઉઠી હતી. સૌ પહેલા મણિપુરના ચંદેલમાં, ત્યારબાદ હિમાચલ પ્રદેશના ચંબામાં અને પછી મહારાષ્ટ્રના નાંદેડમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ચંદેલમાં 3.1, ચંબામાં 2.8 અને નાંદેડમાં 3.0 ભૂકંપની તિર્વતા માપવામાં આવી હતી. જોકે આ ભુકંપોના કારણે કોઈ રાજ્યમાં જાનહાનિ ન સર્જાયા તંત્રએ રાહત અનુભવી હતી.

(8:57 pm IST)