Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ઇન્ડિયન પીનલ કોડની કલમ 124A નો ઉપયોગ રાજકીય કિન્નાખોરી માટે થઇ રહ્યો છે : કોઈપણ જાતના આધાર પુરાવા વગર રાજ્દ્રોહના કેસ કરવામાં આવે છે : નાગરિકોના વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મુકાઈ રહી છે : એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ચેરમેન તથા સીનીઅર જર્નાલિસ્ટ શશી કુમારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી


ન્યુદિલ્હી : એશિયન સ્કૂલ ઓફ જર્નાલિઝમના ચેરમેન તથા સીનીઅર જર્નાલિસ્ટ શશી કુમારે સુપ્રીમ કોર્ટમાં વચગાળાની અરજી કરી છે. જેમાં જણાવ્યું છે કે ઇન્ડિયન પીનલ કોડની કલમ 124A નો ઉપયોગ રાજકીય કિન્નાખોરી માટે થઇ રહ્યો છે . કોઈપણ જાતના આધાર પુરાવા વગર નાગરિકો ઉપર રાજ્દ્રોહના કેસ કરવામાં આવી રહ્યા છે. તથા તેમના વાણી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મુકાઈ રહી  છે.

અરજીના સમર્થનમાં  શશી કુમારે જણાવ્યું હતું કે 2016 ની સાલમાં રાજદ્રોહના 35 કેસ કરવામાં આવ્યા હતા. જેમાં 2019 ની સાલમાં નાટકીય રીતે 165 ટકાનો ઉછાળો આવ્યો છે. જેની સંખ્યા 93 ની થઇ ગઈ છે. જે પૈકી 17  ટકા કેસમાં જ આધાર પુરાવા અપાયા હતા. અને માત્ર 3.3 ટકા આરોપો જ પુરવાર થયા હતા

ઉપરાંત  2019 ની સાલમાં સીટીઝન એમેન્ડમેન્ટ એક્ટના અમલ વખતે  3000 ઉપરાંત નાગરિકો ઉપર રાજદ્રોહનો આરોપ લગાવાયો હતો. તેમજ જમીન વિવાદ મામલે 3300 ખેડૂતો ઉપર રાજદ્રોહનો આરોપ લગાવાયો  હતો.તેમણે કરેલી અરજીમાં પત્રકાર સિદ્દીક કપ્ન, કાર્યકર દિશા રવિ, લક્ષદ્વીપ ફિલ્મ નિર્માતાઆઇશા સુલ્તાના, પત્રકાર વિનોદ  દુવા ,વિનોદ કે.
 જોસ , સાંસદ શશી થરૂર સહિતનાઓ વિરુદ્ધ રાજદ્રોહના કેસોનો પણ ઉલ્લેખ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે શશી  કુમારે મણિપુરના બે જર્નાલિસ્ટ વિરુદ્ધ કરાયેલા રાજદ્રોહના કેસ મામલે  સુપ્રીમ કોર્ટમાં વચગાળાની અરજી કરી હતી તેવું એલ.એલ.દ્વારા જાણવા મળે છે.

(8:34 pm IST)