Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

૧૦ વર્ષમાં ૫૦ ટકા નોકરીઓ બેકાર થઇ જશે

સીઆઈઆઈના સમ્મેલનમાં વિશેષજ્ઞોએ કર્યો દાવો

નવી દિલ્હી, તા.૧૦: આવતા દસ વર્ષોમા દેશમાં ૫૦ ટકા નોકરીઓનું વજૂદ ખત્મ થઇ જશે. ઔદ્યોગિક સંગઠન કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના સમ્મેલનમાં વિશેષજ્ઞોએ આ દાવો કર્યો.

આ અંગે દલીલ આપી કે બદલાતા ટેકિનકલ સમીકરણોના લીધે હાલના સમયનું ભણતર ગણતર ભવિષ્ય અંગે જોઈએ તો પૂરતા નથી. એવામાં ભવિષ્યની ટેકીકને ધ્યાનમાં રાખીને નવા કૌશલની સંભાવનાઓ શોધવાની જરૂરિયાત રહેશે. સીસીઆઇ અને સુરેશ નેઓટિયા સેન્ટર ઓફ એકસલન્સની તરફથી માર્કેટિંગ લીડરશીપ સમિટ આયોજિત કરવામાં આવ્યું છે. સમ્મેલનમાં જણાવામાં આવ્યું છે કે હાલના સમયના પારંપિક વિજ્ઞાન, ટેકિનક, એંજીન્યરિંગ અને ગણિતના ભણતરનું ભવિષ્યમાં મહત્વ ઓછું રહેશે. તેના બદલે આવનારા સમયમાં સૃજનાત્મકતા, ઉદ્યમિકતા, અને સહભાગિતા જેવા કૌશલની વધુ જરૂરિયાત રહેશે.ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પણ ટેકિનકલી રીતે સૌથી મોટી ભૂમિકા ભજવે છે. એવામાં ભવિષ્યની જરૂરીયાતના હિસાબે ભણવામાં ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.

(3:48 pm IST)