Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બ્રહ્મોસથી લેસ થશે સુખોઇ, જળ હોય કે વાયુ તમામ ક્ષેત્રે બનશે અજેય !

બાલકોટ હવાઇ હુમલાનાં અનેક દિવસો બાદ સરકારે ૪૦થી વધારે સુખોઇ ફાઇટર જેટને બ્રહ્મોસથી લેસ થશે

નવી દિલ્હી , તા.૧૦: બાલકોટ હવાઇ હુમલાનાં અનેક દિવસો બાદ સરકારે ૪૦થી વધારે સુખોઇ (Sukhoi) ફાઇટર પ્લેન પર બ્રહ્મોસ (Brahmos) સુપર સોનિક ક્રુઝ મિસાઇલથી લેસ કરવાની પ્રક્રિયા ઝડપી બનાવી દીધી છે. અધિકારીક સુત્રોએ રવિવારે જણાવ્યું કે, ગહન દેખરેખ વાળી આ રણનીતિક યોજનાનો ઇરાદો ભારતીય વાયુસેનાનાં ફાઇટર જેટન ક્ષમતામાં વધારો કરવાનો તથા તેને મજબુત બનાવવાનો છે.

હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડ (એચએએલ) અને બ્રહ્મોસ એરોસ્પેસ લિમિટેડ આ યોજના પર ઝડપી કામ કરવા માટે જણાવવામાં આવ્યું છે. જેથી ડિસેમ્બર ૨૦૨૦ સુધીનાં નિર્ધારિત સમય સીમા પહેલા આ સમગ્ર પ્રક્રિયા પુર્ણ થઇ શકે. વર્ષ ૨૦૧૬માં સરકારે ૪૦થી વદારે સુખોઇ ફાઇટર જેટને વિશ્વની સૌથી ઝડપી સુપર સોનિક ક્રુઝ મિસાઇલ ફરજંદ કરવાનો નિર્ણય લીધો હતો. સુત્રોએ જણાવ્યું જો કે યોજના પર અસલી કામ ૨૦૧૭દ્મક ચાલુ થયુ, હાલ પણ તેનું કામ દ્યણુ ધીમુ ચાલી રહ્યું છે.

સુખોઇને બ્રહ્મોસથી લેસ કરવું ખુબ જ જરૂરી

બાલકોટ હવાઇ હુમલા અને ત્યાર બાદ પાકિસ્તાનની જવાબી કાર્યવાહીની પૃષ્ટભુમિમાં ભારતીય વાયુસેનાને મજબુત કરવાની પદ્ઘતીની સમીક્ષા કરવામાં આવથી તથા તે જરૂરિયાત જણાઇ કે સુખોઇ વિમાનને બ્રહ્મોસથી લેસ કરવાની કાર્યવાહી ઝડપી કરવી જોઇએ.

સુત્રોએ જણાવ્યું કે, સરકાર વાયુસેનાની યુદ્ઘ ક્ષમતાને મજબુત કરવા માટે અનેક પગલા ઉઠાવી રહી છે. એચએએલને ખાસ રીતે બ્રહ્મોસ યોજનાને ઝડપથી લાગુ કરવા માટે વદારે માનવશ્રમ અને સંસાધનોને લગાવવા માટે જણાવ્યું છે. એક વાર આ યોજના લાગુ થઇ જશે તો વાયુસેનાનું લાંબા અંતરનું સમુદ્ર તથા જમીનમાં કોઇ પણ લક્ષ્યને ભેદવાની શકિત અનેક ગણી વધી જવાની સંભાવના છે. ૪૦ સુખોઇ વિમાનના બેડાને મિસાઇલથી લેસ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિકસ લિમિટેડમાં તેના સંરચનાત્મક સંશોધન માટે કરવામાં આવી રહ્યું છે.

(3:47 pm IST)