Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રાજસ્થાનનું ધોલપુર શહેર દેશનું હોટેસ્ટ સિટી :તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો

ધોલપુર છેલ્લા ચાર દિવસથી રાજસ્થાનનું સૌથી ગરમ સ્થળ:પાલિકા દ્વારા માર્ગોમાં પાણીનો છંટકાવ

નવી દિલ્હી :રાજસ્થાનમાં ગરમીના તમામ રેકોર્ડ તૂટ્યા છે.રાજસ્થાનના ધોલપુરમાં રવિવારે તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. ધોલપુર છેલ્લા ચાર દિવસથી રાજસ્થાનનું સૌથી ગરમ સ્થળ રહ્યું છે. રવિવારે પાંચમાં દિવસે પણ તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. નગરપાલિકા દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો.


છેલ્લા ચાર દિવસથી આગની ભઠ્ઠી બનેલા ધોલપુરમાં તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. સિંચાઈ વિભાગના આંકડા મુજબ ધોલપુરમાં રવિવારે બપોરે ત્રણ વાગ્યે તાપમાનનો પારો 50 ડિગ્રીએ પહોંચ્યો હતો. ધોલુપરમાં અત્યારસુધીમાં સૌથી વધુ ગરમી છે. ગત વર્ષે ધોલપુર 49 ડિગ્રીએ પહોંચ્યું હતું.

(12:00 am IST)