Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જીવનનો અંત લાવવા સ્વીત્ઝર્લેન્ડ પહોંચેલા 104 વર્ષના ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે એનજીઓની મદદથી દેહ ત્યાગ્યો

 

જિનિવા: ઓસ્ટ્રેલિયાના 104 વર્ષના વૈજ્ઞાનિક પોતાના જીવનનો અંત લાવવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા 104 વર્ષના ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકે એક ફાઉન્ડેશનની મદદથી ગુરુવારે દુનિયાને અલવિદા કહી દીધી છે તેમની મદદ કરનારા ફાઉન્ડેશને જાણકારી આપી.હતી ડેવિલ ગુડોલને પોતાના દેશમાં આત્મહત્યાની મદદ માગવાથી રોકી દેવાયા હતા. તે કોઈ અસાધ્ય રોગથી પીડિત હતા, પરંતુ તેમનું કહેવું હતું કે, તેમના જીવનમાં હવે કંઈ જીવવા જેવું રહ્યું નથી અને તે મરવા ઈચ્છે છે.

    ગુડોલ મરવા માટે ઓસ્ટ્રેલિયાથી સ્વિટ્ઝરલેન્ડ ગયા હતા. લોકો સાથે છેલ્લી મુલાકાત સમયે ગુડોલે કહ્યું હતું કે, પબ્લિક ઈન્ટરેસ્ટે તેમને ઘણા સરપ્રાઈઝ કર્યા. રિપોર્ટર્સ સાથેની વાતચીત કરતા કહ્યું હતું કે, ‘હવે હું જીવવા નથી ઈચ્છતો. કોઈ મારી ઉંમરનો હોય કે મારાથી નાની ઉંમરનો, જો તે મરવા ઈચ્છે છે તેને મરવાની છૂટ મળવી જોઈએ.’

   મૃત્યુ પામવામાં તેમની મદદ કરનારા ફાઉન્ડેશનના ફાઉન્ડર ફિલિપે જણાવ્યું કે, લંડનમાં જન્મેલા વૈજ્ઞાનિકે બ્રસેલમાં 12.30 કલાકે શાંતિપૂર્વક પોતાના શરીરનો ત્યાગ કર્યો. ગુડોલે 1979માં પોતાની ફુલ ટાઈમ નોકરી છોડી દીધી હતી, પરંતુ તેઓ પોતાના ફીલ્ડમાં કામ કરતા રહ્યા હતા.

  અત્રે ઉલ્લેખનીય છે કે, સ્વિટ્ઝરલેન્ડ ઉપરાંત એવી બીજી ઘણી જગ્યાઓ છે, જ્યાં અલગ-અલગ પરિસ્થિતિઓમાં વ્યક્તિને મરવામાં મદદ કરવામાં આવે છે. તેમાં નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, કોલંબિયા અને અમેરિકાના 6 રાજ્યો પણ સામેલ છે. તે ઉપરાંત કેનેડામાં પણ 2016થી મરવામાં લોકોને મદદ કરવામાં આવી રહી છે.

(1:18 am IST)