Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

રાષ્ટ્રપતિ કોવિંદે સિયાચીનમાં સેનાના બેઝ કેમ્પોમાં પહોંચ્યા:14 વર્ષ પહેલા કલામે લીધી હતી મુલાકાત

24 વર્ષમાં સિયાચીનનાં કડક મોર્ચા પર રહેલ બહાદુર સૈનિકોને વીરતાપુર્ણ પ્રદર્શનથી દેશવાસીઓને ભરોસો મળ્યો

 

નવી દિલ્હી:રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વિશ્વની સૌથી વધારે ઉંચાઇ પર આવેલ યુદ્ધ - ક્ષેત્ર સિયાચીનમાં સેનાનાં બેઝ કેમ્પની મુલાકાત લીધી અને બીજી તરફ ચોકી પર રહેલા જવાનો પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અગાઉ 14 વર્ષ પહેલા રાષ્ટ્રપતિ ડો.અબ્દુલ કલામે સિયાચીનની મુલાકાત લીધી હતી આમ સિયાચીન જનારા કોવિંદ બીજા રાષ્ટ્રપતિ બન્યા છે

  રાષ્ટ્રપતિએ કહ્યું કે, ગત્ત લગભગ 24 વર્ષમાં સિયાચીનનાં કડક મોર્ચા પર રહેલ બહાદુર સૈનિકોને વીરતાપુર્ણ પ્રદર્શનથી દેશવાસીઓને ભરોસો મમળ્યો છે કે દેશની સીમાઓ સંપુર્ણ રીતે સુરક્ષીત છે. રાષ્ટ્રપતિએ કુમાર ચોકીની પણ મુલાકાત લીધી હતી.

   કોવિંદે કહ્યું કે, તેઓ ચોકી પર રહેલા જવાનોને વિશ્વાસ અપાવવા માટે સિયાચીન આવ્યા છે અને દરેક દેશવાસી અને ભારત સરકાર તેમનાં તથા તેમનાં પરિવાર જનો માટે સદૈવ સાથે ઉભા છે. સૈનિકોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, દેશનાં રાષ્ટ્રપતિ અને ત્રણેય સેનાઓનાં સર્વોચ્ચ કમાન્ડરનાં સ્વરૂપે આજે તેઓ પોતાની વચ્ચે ભારતનાં સૈન્ય દળોનાં માટે સમગ્ર દેશનો આભાર સંદેશ લઇને આવ્યા છે

     કોવિંદે કહ્યું કે, એવી પરિસ્થિતીઓમાં દુશ્મન સાથે યુદ્ધ માટે તત્પર રહેવાનું ખુબ મુશ્કેલ હોય છે. કઠોરતમ પ્રાકૃતિક પડકારોની વચ્ચે દેશનાં સંરક્ષણમાં લાગેલી પોતાનાં એવા વીર જવાનો સામ સામે મળવું તે મારા માટે ગર્વની વાત છે. તમે સૌને મળવાની ઉત્સુકતાનું એક કારણ હતું, અત્યાર સુધી સંદેશ પહોંચાડવાની દેશની સીમાઓનાં રક્ષણ કરનારા તમામ સૈન્ય કર્મચારીઓ અને અધિકારીઓ માટે દરેક ભારતવાસીઓનાં હૃદયમાં ખાસ સન્માન છે.

  તેમણે સિયાચીનમાં ચોકી પર રહેલા સૈનિકોને કહ્યું કે, તમારા બધાનું જ્યારે પણ દિલ આવવાનું હોય, તો રાષ્ટ્રપતિ ભવન જોવા માટે ચોક્કસ આવો. તમારૂ બધાનું રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત છે

(1:19 am IST)