Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સ્કૂટીની પ્લેટ પર નંબરની જગ્યાએ લખાવ્યું ‘કલેક્ટરનો ભાઈ’:ટ્રાફિક પોલીસે ફટકાર્યો દંડ

 

રોજબરોજના જીવનમાં રોફ મારવા માટે લોકો શું-શું નથી કરતા? મધ્ય પ્રદેશમાં એક સ્કૂટીની પ્લેટ પર નંબરની જગ્યાએ કલેક્ટરનો ભાઈ લખેલું જોવા મળ્યું હતું  આરટીઓએ જ્યારે મેમો ફાડવાની તૈયારી કરી તો સ્કૂટી ચાલકે કહ્યું, જાણતા નથી મારો ભાઈ કલેક્ટરેટ છે. જોકે  આરટીઓએ નિયમ-કાયદો બધા માટે એક હોવાની વાત કહી મેમો ફાડયો અને નંબર પ્લેટ સાથે છેડછાડ કરવા બદલ પાંચસો રૂપિયાનો દંડ ફટકાર્યો હતો .

મધ્ય પ્રદેશના શ્યોરપુરમાં આરટીઓના સ્તરથી વાહન ચેકિંગ અભિયાન ચલાવાઈ રહ્યું હતું. દરમિયાન ટ્રાફિક પોલીસની નજર સ્કૂટી પર પડી તો તેઓ પણ નંબર પ્લેટ જોઈને દંગ રહી ગયા. પ્લેટ પર નંબરના બદલે કલેક્ટરનો ભાઈ લખમી સિંહ મીણા લખ્યું હતું. તેમણે સ્કૂટી રોકાવી અને નંબર પ્લેટ પર કલેક્ટરનો ભાઈ લખવવા વિશે પૂછ્યું તો મીણા ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે મારો ભાઈ કલેક્ટર છે. તેના પર આરટીઓ તેને કલેક્ટ્રેટ લઈ ગયા. જ્યાં જાણવા મળ્યું કે મીણાનો દૂરનો ભાઈ રાજસ્થાનના કોઈ જિલ્લામાં કલેક્ટર છે.

   લખમી સિંહ મીણાએ કથિત કલેક્ટર ભાઈનું વિઝિટિંગ કાર્ડ પણ બતાવ્યું જેથી તે દંડથી બચી શકે, પરંતુ આરટીઓ પર તેની કોઈ અસર થઈ. ટ્રાફિક પોલીસે છેવટે મેમો ફાડીને સ્કૂટી છોડી. તો બીજી તરફ વિઝિટિંગ કાર્ડના આધાર પર સ્થાનીક પત્રકારોએ રાજસ્થાનમાં ફરજ બજાવી રહેલા આઈએએસ હર સહાય મીણાને લખમી સિંહ સાથે સબંધ વિશે પૂછ્યું તો તેમણે મીણા સાથે કોઈપણ પ્રકારના સંબંધ હોવાથી ઈનકાર કર્યો. જોકે હાલમાં સગ્ર ઘટના વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકાર તરફથી વીઆઈપી કલ્ચર ખતમ કરવાના ઉદ્દેશ્યથી મંત્રીઓ-ઓફિસરોને લાલ બત્તીવાળી કાર ચલાવવા પર પ્રતિબંધ લગાઈ દેવાયો છે. મધ્ય પ્રદેશમાં શિવરાજ સિંહ ચૌહાણ સરકાર પણ વીઆઈપી કલ્ચર ખતમ કરવા પર ભાર આપી રહી છે. મંત્રી અને ઓફિસર ઘણા અંશ સુધી તેનાથી બચી રહ્યા છે. પરંતુ તેમના દૂરના સંબંધીઓ કે પરિચિતો પોતાને વીઆઈપી માનીને રોફ મારવાનો પ્રયાસ કરતા હોય છે. મધ્ય પ્રદેશની ઘટના તેનું જ ઉદાહરણ છે

(11:15 pm IST)