Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

સેનાનો સમાન લઈને જતી માલગાડીમાં અચાનક આગ ભભૂકી:ચાર મોટી ટ્રક બળીને ખાખ:મધ્યપ્રદેશમાં બનાવ

વિસ્ફોટક રાખેલા ડબ્બાઓને જવાનોએ સતર્કતા રાખી એન્જીનથી અલગ કરી દીધા

 

ભારતીય સેનાનો સમાન લઇ જતી માલગાડીમાં મધ્યપ્રદેશના બૈતુલ જીલ્લા પાસે અચાનક આગ લાગી હતી આગ લાગવાથી સેનાની ચાર મોટી ટ્રક બળીને ખાખ થઈ છે ફાયર બ્રિગેડની ગાડીઓ આગ ઓલવવાના કામમાં લાગી ગઈ છે. સેનાનો સામાન લઈને જઈ રહેલ માલગાડી બેંગ્લોરૂથી ફૈઝાબાદ જઈ રહી હતી.

   મળતી માહિતી મુજબ જીલ્લાના ધારાખોહ અને મરામજિરી રેલ્વે સ્ટેશન વચ્ચે માલગાડીમાં રાખેલ સામાનમાં ભીષણ આગ લાગી હતી આગ લાગ્યાની જાણ થતા બૈતુલથી પોલીસ દળ અને ફાયર ફાઈટર ઘટના સ્થળ પર પહોંચી આગ ઓલવવાના કામમાં લાગી ગયા હતા

   દરમિયાન એવું જાણવા મળે છે કે ઓએચઈ તાર તૂટવાના કારણે માલગાડીમાં રાખેલ વાહનોમાં આગ લાગી છે. ઘટના સ્થળ પર રેલ્વે અધિકારીઓની સાથે પોલીસ પણ પહોંચી ગઈ હતી અને આગ વધુ ફેલાય તેની કોશિસ શરૂ કરી. ફાયર ટીમ દ્વારા હાલમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

માલગાડીમાં આગ લાગવાના કારણે અપ ટ્રેક પર રેલ વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રેક પરથી પસાર થતી ટ્રેનને હાલમાં બૈતુલ અને અમલા સ્ટેશન પર રોકી દેવાઈ છે માલગાડીના અન્ય ડબ્બાઓમાં વિસ્ફોટક સામાન રાખવામાં આવ્યો હતો. વિસ્ફોટક રાખવામાં આવેલ ડબ્બાઓને સેનાના જવાનોએ સતર્કતા રાખી એન્જિનથી અલગ કરી દીધા હતા.

(9:19 pm IST)