Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ ડીલ અનૈતિક અને રાષ્ટ્રવિરોધી:સ્વદેશી જાગરણ મંચ

ભારતીય બજાર પર હુમલો કરવા ઈ-કોમર્સ માર્ગનો ઉપયોગ:મેક ઈન ઇન્ડિયા અભિયાનને ખતમ કરનાર હોવાનો કર્યો દાવો

નવી દિલ્હી:રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના આનુષંગિક સંગઠન સ્વદેશી જાગરણ મંચે વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ ડીલને અનૈતિક અને રાષ્ટ્રવિરોધી ગણાવી છે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લખેલા પત્રમાં અમેરિકન રિટેલ કંપની વોલમાર્ટ દ્વારા ભારતીય ઓનલાઈન કંપની ફ્લિપકાર્ટમાં ૭૭ ટકા ભાગીદારી ૧૬ અબજ ડોલર ( ૧.૦૫ લાખ કરોડ)માં ખરીદવાના પગલાને અનૈતિક અને રાષ્ટ્રહિત વિરોધી ગણાવ્યું છે. સ્વદેશી જાગરણ મંચે દાવો કર્યો છે કે અમેરિકન રિટેલ કંપની મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી મેક ઈન ઈન્ડિયા અભિયાનને ખતમ કરશે
  વડા પ્રધાનના કાર્યાલયને મોકલવામાં આવેલ પત્રમાં સ્વદેશી જાગરણ મંચે જણાવ્યું છે કે સંઘ અને મોદીની ભાજપ સાથે સર્વસંમતિથી મ‌િલ્ટબ્રાન્ડ રિટેલમાં સીધા વિદેશી રોકાણ અને રોજગાર ઊભા કરવાની તકને ખતમ કરશે, જે કાર્યવાહી ખેડૂત વિરોધી છે અને એટલા માટે તેને મંજૂરી આપી શકાય નહીં.
     સ્વદેશી જાગરણ મંચે જણાવ્યું છે કે વોલમાર્ટના નિયમો ભારતીય બજાર પર હુમલો કરવા માટે ઈ-કોમર્સના માર્ગનો ઉપયોગ કરી રહ્યા છે મંચે જણાવ્યું છે કે તેઓ ભારે હૃદયે વડા પ્રધાન મોદીને પત્ર લખી રહ્યા છે અને અપીલ કરી છે કે તેઓ આ બાબતમાં દરમિયાનગીરી કરે. બીજા દેશના અનુભવ અને વોલમાર્ટ કાસ્કોના ઉદાહરણ દ્વારા મંચે મ‌િલ્ટ નેશનલ કંપનીઓ દ્વારા ઘરેલુ કંપનીઓના અધિગ્રહણના ઈતિહાસનો પણ ઉલ્લેખ કર્યો છે. પત્રમાં ચેતવણી આપવામાં આવી છે કે ખતરો હવે આવીને ઊભો રહ્યો છે અને બજારમાં ભારે ઊથલપાથલ મચી શકે છે.

(8:32 pm IST)