Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ઇ-મેઇલથી ઉમેદવારી સ્વીકારવાના કોલકતા હાઇકોર્ટનો આદેશને સુપ્રિમે ફગાવી દીધોઃ તૃણમુલ કોંગ્રેસને ર૦ હજાર બેઠકો બીન હરીફ મળવા અંગે ચિંતા દર્શાવીઃ ત્રણ જુલાઇ સુધી પરીણામો જાહેર નહિ કરવાનો અને ૧૪ મેના નિષ્પક્ષ-સ્વતંત્ર ચુંટણી યોજવા આદેશ

પશ્ચિમ બંગાળમાં ૧૪ મીએ યોજાયેલ પંચાયત ચૂંટણીઓમાં ઇ-મેઇલ દ્વારા આવેલ ઉમેદવારી પત્રો સ્વીકારવાના કોલકતા હાઇકોર્ટ દ્વારા પશ્ચિમ બંગાળ ચૂંટણી પંચને અપાયેલા આદેશ આજે સુપ્રિમ કોેર્ટે ફગાવી દઇ મનાઇ હુકમ આપ્યો છેઃ આમ છતાં સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસને ચૂંટણી લડયા વિના બિનહરીફ ર૦ હજાર પંચાયત બેઠકો મળવા અંગે ચિંતા દર્શાવી હતી અને પ.બંગાળ રાજય ચૂંટણી પંચને આ ર૦ હજાર બેઠકો (૩૪ ટકા બેઠકો) અંગેનું જાહેરનામું અદાલતની મંજુરી મળે નહિ ત્યાં સુધી જાહેર નહિ કરવા આદેશ આપ્યો છેઃ સુપ્રિમ કોર્ટે વધુમાં પશ્ચિમ બંગાળ ચુંટણી પંચને રાજયમાં ૧૪ મેના રોજ સ્વતંત્ર અને નિષ્પક્ષ પંચાયત ચુંટણીઓ યોજવામાં માટે પણ આદેશ આપ્યો છે

(4:32 pm IST)