Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

ભકિત સ્વતંત્ર્ય છે પરંતુ તે સતસંગ વગર અધુરી : પૂ. મોરારીબાપુ

ઝારખંડનાં જમશેદપુરમાં આયોજીત ''માનસ-સતસંગ'' શ્રી રામ કથાનો છઠ્ઠો દિવસ

રાજકોટ, તા. ૧૦ :  ''ભકિત સ્વતંત્ર્ય છે પરંતુ તે સતસંગ વગર અધુરી છે'' તેમ પૂ. મોરારીબાપુએ ઝારખંડના જામશેદપુરમાં આયોજીત ''માનસ સતસંગ'' શ્રી રામ કથાના છઠ્ઠા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ કહ્યું કે શ્રી રામ ચરિત માનસમાં ''સત'' સાથે જોડાયેલ શબદોનો ર૩ વખત ઉપયોગ થયો છે.

ગઇકાલે શ્રી રામ કથાના પાંચમા દિવસે પૂ. મોરારીબાપુએ શ્રી રામજન્મની ઉજવણી કર્યા બાદ કથાને વિરામ આપ્યો હતો.

ગઇકાલે પૂ. મોરારીબાપુએ કહ્યું કે દાંપત્યને સારૂ રાખવા આ ત્રણ કાર્ય કરવા (૧) પુરૂષોએની પત્નિને પ્રેમ આપે (પ) પત્નિ એના પતિને આદર આપે અને (૩) એ બંને મળીને ઇશ્વરની આરાધના કરે તો તેના ઘરે રામ જેવા પુત્ર રત્નને જન્મ થાય છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે, સધન, સધર્મ, સગુણ, સગણ (ગણ-ટોળુ ધરાવનાર), સબલ, સુંસાઇ મહિપ તુલસી જે અભિયમાન રહિત તે ત્રિભુવન કે દીપ, અર્થાત આટલી વસ્તુ હોવા છતાં જે અભિમાનથી રહિત છે એને ત્રિભુવનનો દીપ કહેવાય.

સતસંગની થોડીક વધારે પરિભાષાઓના વર્ણન વખતે બાપુએ પોતાની ભૂતકાળની સ્મૃતિઓ વાગોળતા કહ્યું કે શરૂઆતની જે પાંચ કથાઓ થઇ એમાં સંગીત વગર, સાજ વગર ચોપાઇઓ ગવાતી, એ વખતે ચોપાઇનો જે ઢાળ હતો એ દાદા (બાપુના દાદા)નો ઢાળ. રામજી મંદિરના ઓટલે ગવાતો હતો. એ વિલંબિત સ્વર તલગાજરડાના જુના ઘરની બહાર દાતણ કરતા દાદાનું સ્મરણ આજે પણ તાજુ લાગે છે.

સતસંગના મહિમાગાન બાદ ભગવાન શિવની કથા, સપ્તર્ષિ દ્વારા ભવાનીની પ્રેપરીક્ષા વચ્ચે શિવ જયારે સમાધીમાં ડૂબી ગયા ત્યારે પૃવી પર તાડકાસૂરનો આતંક, દેવસમાજની પીડા અને બ્રહ્મા દ્વારા એનો ઉપાય બતાવવાની કથાનું વર્ણન કર્યુ હતું.

(4:09 pm IST)